Site icon News Continuous Bureau | Mumbai

Iran War: ભારત માટે ખતરાની ઘંટડી! ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં કતરનો ગેસ પ્લાન્ટ લપેટાયો, અડધોઅડધ ગેસ સપ્લાય અટકતા હાહાકાર

Iran War: રાસ લફાન ઈન્ડસ્ટ્રિયલ સિટી પર મિસાઈલ હુમલા બાદ ઉત્પાદન ઠપ્પ, ભારતમાં LPG અને CNG ના ભાવ વધવાની આશંકા.

Iran War Attack on Qatar Gas Plant Sparks Concerns in India; 47% Gas Supply at Risk

Iran War Attack on Qatar Gas Plant Sparks Concerns in India; 47% Gas Supply at Risk

News Continuous Bureau | Mumbai

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધની સીધી અસર હવે ભારતીય રસોડા અને અર્થતંત્ર પર પડવાની શરૂ થઈ ગઈ છે. ઈરાન દ્વારા કતરના રાસ લફાન ખાતે આવેલા વિશાળ ગેસ પ્લાન્ટ પર કરવામાં આવેલા બેલેસ્ટિક મિસાઈલ હુમલાથી ભારત માટે મોટું સંકટ ઉભું થયું છે. ભારત પોતાની જરૂરિયાતનો લગભગ ૪૭ ટકા જેટલો લિક્વિફાઇડ નેચરલ ગેસ કતરથી આયાત કરે છે, જે હવે આ હુમલા બાદ અનિશ્ચિતતાના વાદળોમાં ઘેરાયો છે.

Join Our WhatsApp Channel

ભારતની ગેસ આયાત પર કતરનો દબદબો

ભારત દર વર્ષે અંદાજે ૨૭ મિલિયન ટન એલએનજી આયાત કરે છે, જેમાંથી ૧૨ થી ૧૩ મિલિયન ટન માત્ર કતરથી આવે છે. કતર એનર્જીના રાસ લફાન પ્લાન્ટ પર થયેલા હુમલાને કારણે ત્યાં ઉત્પાદન અટકાવવું પડ્યું છે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે, તો ભારતને મોંઘા ભાવે અન્ય દેશો પાસેથી ગેસ ખરીદવાની ફરજ પડી શકે છે. આ ઉપરાંત, સંયુક્ત આરબ અમીરાત (UAE) થી ૨૪ ટકા અને અમેરિકાથી ૧૧ ટકા ગેસ આવે છે, પરંતુ હોર્મુઝની સામુદ્રધુની માં વધતા તણાવને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Middle East Crisis: ઈરાન અને સાઉદી વચ્ચે તલવારો ખેંચાઈ! ખાડીના મુસ્લિમ દેશોની ધીરજ ખૂટી, શું મધ્ય-પૂર્વમાં ફાટી નીકળશે લોહિયાળ જંગ?

મોંઘવારીનો માર: LPG અને CNG ના ભાવમાં ભડકો થવાની આશંકા

જો કતરમાં ગેસ ઉત્પાદન લાંબા સમય સુધી પ્રભાવિત રહેશે, તો તેની સીધી અસર ભારતના સામાન્ય નાગરિકો પર પડશે. ઘરેલું રાંધણ ગેસ (LPG) અને વાહનોમાં વપરાતા સીએનજી (CNG) ના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે. જોકે, ભારત સરકારનું કહેવું છે કે હાલમાં દેશમાં ગેસની કોઈ અછત નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસની કિંમતો વધતા ભારતની વેપાર ખાધ વધી શકે છે.

ભારત પાસે હવે શું છે વિકલ્પો?

કતર પરના નિર્ભરતા ઘટાડવા માટે ભારત હવે અન્ય દેશો તરફ નજર દોડાવી રહ્યું છે. આ કટોકટીના સમયે ભારત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને રશિયા પાસેથી વધુ ગેસ મંગાવવાનો વિકલ્પ વિચારી શકે છે. જોકે, આ દેશો પાસેથી ગેસ મંગાવવો પરિવહનની દ્રષ્ટિએ મોંઘો પડી શકે છે. તેલ અવીવ અને તેહરાન વચ્ચે વધતી દુશ્મનાવટને કારણે ભારતીય ગેસ ટેન્કરો અત્યારે સમુદ્રમાં સુરક્ષિત માર્ગની રાહ જોઈ રહ્યા છે, જે સપ્લાય પર વધારાનું દબાણ ઉભું કરી રહ્યું છે.

 

EC High Level Meeting Delhi વિવાદો વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની હાઈલેવલ બેઠક CEC સાથે બંને ચૂંટણી કમિશનરો જોડાયા, મોટા નિર્ણયોની શક્યતા!
India Kabaddi Gold Medal Iran Final કબ્બડ્ડીમાં ભારતે ફરી રચ્યો ઈતિહાસ રોમાંચક ફાઈનલમાં ઈરાનને પછાડી જીત્યો ગોલ્ડ મેડલ, વિશ્વ ચેમ્પિયન તરીકે દબદબો કાયમ!
Thackeray Brothers Maha Morcha ઠાકરે બંધુઓ ફરી એક મંચ પર! જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આ તારીખે રાજઉદ્ધવ ઠાકરેનો સંયુક્ત ‘મહામોર્ચો’
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version