Site icon News Continuous Bureau | Mumbai

IRCTC LPG Crisis Railway Food: રેલ્વે મુસાફરો માટે માઠા સમાચાર: ગેસ સંકટને કારણે ટ્રેનોમાં હવે નહીં મળે ગરમાગરમ ભોજન? IRCTC એ લીધો આ મોટો નિર્ણય

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર હવે રેલ્વેના રસોડા સુધી પહોંચી; ગેસના બદલે ઇન્ડક્શન અને માઇક્રોવેવ વાપરવા સૂચના, મુસાફરોને ભોજનના પૈસા પરત મળી શકે છે

IRCTC LPG Crisis Railway Food રેલ્વે મુસાફરો માટે માઠા સમાચાર ગેસ સંકટને કારણે ટ્રેનોમાં

IRCTC LPG Crisis Railway Food રેલ્વે મુસાફરો માટે માઠા સમાચાર ગેસ સંકટને કારણે ટ્રેનોમાં

News Continuous Bureau | Mumbai
IRCTC LPG Crisis Railway Food ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે એલપીજી (LPG) સપ્લાય ખોરવાતા તેની સીધી અસર ભારતીય રેલ્વેની ખાદ્ય સેવાઓ પર પડી રહી છે. રેલ્વેમાં ભોજન સેવા ખોરવાય નહીં તે માટે આઈઆરસીટીસી (IRCTC) એ અત્યારથી જ કમર કસી લીધી છે. રેલ્વે સ્ટેશનો પર આવેલા ફૂડ પ્લાઝા, જન આહાર કેન્દ્રો અને રિફ્રેશમેન્ટ રૂમને સૂચના આપવામાં આવી છે કે તેઓ ‘રેડી ટુ ઈટ’ (તૈયાર વાનગીઓ) શ્રેણીના પેકેટનો પૂરતો સ્ટોક રાખે.સરકારે હાલની સ્થિતિમાં ઘરેલું ગેસ સિલિન્ડરને પ્રાથમિકતા આપવાની સૂચના આપી હોવાથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. આ અછતને પહોંચી વળવા માટે IRCTC ના પશ્ચિમ વિભાગે તમામ કેન્દ્રોને ગેસના બદલે ઇન્ડક્શન કૂકટોપ અને માઇક્રોવેવ જેવા વીજળીથી ચાલતા સાધનોનો ઉપયોગ કરીને ખાદ્ય પદાર્થોની સેવા ચાલુ રાખવા જણાવ્યું છે.

પશ્ચિમ રેલ્વેના કયા શહેરો પર થશે અસર?

IRCTC ના પશ્ચિમ વિભાગ હેઠળ આવતા મુખ્ય શહેરોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે:
ગુજરાત: અમદાવાદ, વડોદરા, રાજકોટ.
મહારાષ્ટ્ર: મુંબઈ સેન્ટ્રલ, પુણે, નાગપુર, ભુસાવળ.
અન્ય: ઈન્દોર, જબલપુર, કોટા.
આ શહેરોમાં જો ગેસની અછતને કારણે રસોઈ કામ બંધ કરવું પડે, તો તેની તાત્કાલિક જાણ કંટ્રોલ રૂમને કરવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

ટ્રેનોમાં ગરમ ભોજનની સુવિધા થઈ શકે છે સ્થગિત

મુંબઈ સેન્ટ્રલ સ્થિત બેઝ કિચનમાં કોમર્શિયલ ગેસની અછતને કારણે ટ્રેનોમાં મુસાફરો માટે ભોજન રાંધવામાં મુશ્કેલી પડી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યાં સુધી ગેસ સપ્લાય સામાન્ય ન થાય ત્યાં સુધી ટ્રેનોમાં અપાતા ગરમ ભોજનની સુવિધા કામચલાઉ ધોરણે સ્થગિત કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. જેમણે પહેલેથી ભોજન બુક કરાવ્યું છે તેમને રિફંડ (પૈસા પરત) આપવાની તૈયારી પણ રેલ્વે બોર્ડે કરી લીધી છે.

આ સમાચાર પણ વાંચો : Pune LPG Cylinder Booking Rules: પુણેવાસીઓ સાવધાન! હવે LPG સિલિન્ડર માટે લાગુ થયો નવો નિયમ; બીજા રિફિલ માટે જોવી પડશે આટલા દિવસ સુધી રાહ

રેલ્વે કર્મચારીઓ માટે પણ વ્યવસ્થા

માત્ર મુસાફરો જ નહીં, પરંતુ રેલ્વે ચલાવતા લોકો પાયલોટ અને મોટરમેન માટેના ‘રનિંગ રૂમ’માં પણ ગેસની અછત વર્તાઈ રહી છે. રેલ્વે બોર્ડના અધ્યક્ષ સતીશ કુમારે પેટ્રોલિયમ મંત્રાલયને પત્ર લખીને વિનંતી કરી છે કે રેલ્વેના રનિંગ રૂમ માટે એલપીજી સપ્લાય સુરક્ષિત રાખવામાં આવે, જેથી ટ્રેન ઓપરેશન સાથે જોડાયેલા કર્મચારીઓને મુશ્કેલી ન પડે.

CCEA Approves 3 Railway Projects ભારતીય રેલવેની કાયાપલટ થશે! કેન્દ્ર સરકારે ₹૧૦,૭૮૩ કરોડના મેગા પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી, આ ૫ રાજ્યોમાં કનેક્ટિવિટી ઝડપી બનશે
Supreme Court On Rahul Gandhi Plea સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ VVIP કલ્ચર કોર્ટમાં નહીં ચાલે, રાહુલ ગાંધી સામાન્ય નાગરિકની જેમ જ લાઈનમાં આવે
Supreme Court Slams Magistrate સીજેઆઈ સામે અવાજ ઉઠાવતાં જ નોટિસ? સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના જજને લીધા આડેહાથ, કારણદર્શક નોટિસ રદ કરવા તજવીજ
BJP Tridev Strategy હારેલી બાજી જીતવા ભાજપે ઉતારી સ્પેશિયલ ત્રિપુટી તાવડે, સંતોષ અને નવીનના ખભા પર નબળી બેઠકો જીતવાની મોટી જવાબદારી
Exit mobile version