Site icon News Continuous Bureau | Mumbai

શું ભારતમાં પણ કોલસા ક્રાઈસીસ? આટલા પ્લાન્ટ પર ઉત્પાદન સંદર્ભે ખતરો, રિપોર્ટમાં ખુલાસો;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો          

મુંબઈ, 1 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ભારત એમ તો કોલસાનું  સૌથી વધુ ઉત્પાદન ધરાવતો દેશ છે. પરંતુ ચાઈનાની પાછળ પાછળ ભારતમાં પણ કોલસાનું ઉત્પાદન ઘટી ગયું છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીએ હાલમાં જ જાહેર કરેલા એક અહેવાલ મુજબ દેશના 135 થર્મલ પાવરમાંથી 103 પાવર પલાન્ટ સામે સંકટ ઉભુ થયું છે. આ 103 પ્લાન્ટમાં માત્ર 8 દિવસથી પણ ઓછો ચાલે એટલો જ કોલસાનો સ્ટોક બચ્યો છે. ઓગસ્ટમાં આ જ આંકડો 74 હતો.

ચાઈનામાં કોલસાની અછત નિર્માણ થવાથી મોટાભાગના શહેરોમાં અંધારપટ છવાઈ ગયો છે. ત્યારે વધતી જતી વીજળીની માગણી સામે કોલસાની અછતથી ભારતમાં ચાઈના જેવી પરિસ્થિતિ  નિર્માણ થવાની શકયતાને પગલે દેશના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ટેન્શનમાં આવી ગયા છે.

સરકારી અધિકારીઓના કહેવા મુજબ ચોમાસા દરમિયાન કોલસાની સપ્લાયમાં ફટકો પડયો છે. તેમાં પાછુ વીજળીની ડિમાન્ડ વધી ગઈ છે.  કોલસાની અછતને પગલે થર્મલ પાવર સેન્ટર બંધ થાય નહીં તે માટે ઓછો સ્ટોક ધરાવતા થર્મલ પાવર સેન્ટરને પહેલા કોલસો પૂરો પાડવાનો આદેશ કેન્દ્ર સરકાર પહેલા જ આપી ચૂકી છે.

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સેનાને મળશે આટલા સ્વદેશી ‘એએલએસ-માર્ક 3’ હેલિકોપ્ટર

દેશના 135 થર્મલ પાવરમાંથી 88 પાવર પ્લાન્ટની વીજળી ઉત્પાદનની ક્ષમતા 109 ગીગાવોટની છે. કોરોનાને પગલે લાદવામાં આવેલા પ્રતિબંધો પાછા ખેંચાયા બાદ વીજળીની ડિમાન્ડ વધી ગઈ છે. 7 જુલાઈના 200.57 ગીગાવોટ જેટલી ડિમાન્ડ પહોંચી ગઈ હતી. હાલ તે 190 ગીગાવોટ જેટલી છે.

EC High Level Meeting Delhi વિવાદો વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની હાઈલેવલ બેઠક CEC સાથે બંને ચૂંટણી કમિશનરો જોડાયા, મોટા નિર્ણયોની શક્યતા!
RRU And CAPSI Sign MoU ભારતમાં ખાનગી સુરક્ષા ક્ષેત્ર માટે બનશે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ RRU અને CAPSI વચ્ચે ઐતિહાસિક MoU, સિક્યોરિટી ગાર્ડ્સને મળશે આધુનિક તાલીમ!
Waste Plastic Management કચરાથી ઉપયોગિતા સુધીની સફર ભારતીય શહેરો પ્લાસ્ટિક કચરાની કહાની બદલી રહ્યાં છે, રિસાયકલિંગથી બન્યા મજબૂત રસ્તા અને ઉપયોગી ઉત્પાદનો!
AIIA And 132 Eco Task Force Partner અરવલ્લી પર્વતમાળામાં અશ્વગંધાનું વાવેતર અને સંશોધન AIIA અને ૧૩૨ ઈકો ટાસ્ક ફોર્સ વચ્ચે ઐતિહાસિક ભાગીદારી!
Exit mobile version