જમ્મુ કાશ્મીરના કારગિલ જિલ્લામાંથી આતંકી ગતિવિધિઓમાં સામેલ ચાર લોકોની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે.
સુત્રો અનુસાર, સુરક્ષા દળોને આ વર્ષે જાન્યુઆરીમાં ઇઝરાયલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટમાં સામેલ થવાના પુરાવા મળ્યા છે.
તમામ કારગિલના થાંગ ગામના છે, તેમણે ટ્રાન્જિંટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા છે.
હાલ નવી દિલ્હીમાં ધરપકડ કરાયેલા ચાર લોકોની પૂછપરછ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટ તે દિવસે થયો હતો જ્યારે ભારત અને ઇઝરાયલ પોતાના રાજનાયિક સબંધોના 29 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યા હતા.
મોટા સમાચાર : કાંદિવલીની સોસાયટીના રહેવાસીઓને એક્સપાયર થયેલી વેક્સિન મળી હતી?
