Site icon

Israel Palestine Attack : હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાને PM મોદીને કર્યો ફોન, માંગી આ મદદ..

Israel Palestine Attack : ઇઝરાયેલ પર હમાસના રોકેટ હુમલા બાદ ચાલી રહેલા યુદ્ધની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે તેઓ તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરે છે.

Israel Palestine Attack : India Stands With Israel: Modi, Netanyahu Hold Phone Call Amid Hamas Conflict

Israel Palestine Attack : India Stands With Israel: Modi, Netanyahu Hold Phone Call Amid Hamas Conflict

News Continuous Bureau | Mumbai 

Israel Palestine Attack : હમાસ ( Hamas ) દ્વારા રોકેટ હુમલા ( Rocket attacks ) બાદ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) આજે (10 ઓક્ટોબર) ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ( Israeli PM Benjamin Netanyahu ) સાથે ફોન ( phone Call )  પર વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે નેતન્યાહુએ ફોન કર્યો હતો અને આ દરમિયાન મેં તેમને કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે છીએ.

Join Our WhatsApp Community

પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યું કે, મને ફોન કરીને પરિસ્થિતિ અંગે અપડેટ આપવા બદલ હું વડાપ્રધાન નેતન્યાહૂનો આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની ( Israel ) સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપોની સખત નિંદા કરે છે.

પીએમ મોદીએ ( PM Modi ) ગણાવ્યો આતંકવાદી હુમલો

પીએમ મોદીએ અગાઉ શનિવારે પણ (7 ઓક્ટોબર) પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન ( Palestinian extremist organization ) હમાસ દ્વારા ઇઝરાયેલ પરના રોકેટ હુમલાને આતંકવાદી હુમલો ( Terrorist attack ) ગણાવ્યો હતો. તેમણે ટ્વીટર પર લખ્યું કે, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો. અમારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: પેલેસ્ટાઇનના સમર્થનમાં આવી કોંગ્રેસ; CWCની બેઠક બાદ આપ્યું મોટું નિવેદન.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો.. વાંચો વિગતે અહીં..

અત્યારે શું સ્થિતિ છે?

સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, ઇઝરાયલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા વધારી દીધા છે અને તેને સંપૂર્ણ રીતે ઘેરી લીધું છે. ગાઝામાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલના હુમલામાં 680 થી વધુ લોકો માર્યા ગયા છે અને 3,700 થી વધુ ઘાયલ થયા છે.

દરમિયાન અલ જઝીરાના રિપોર્ટ અનુસાર ઈઝરાયેલમાં 900થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, હમાસની લશ્કરી પાંખએ ધમકી આપી છે કે જ્યારે પણ ઇઝરાયેલ ગાઝાના નાગરિકોને તેમના ઘરોમાં ‘કોઈપણ પૂર્વ ચેતવણી વિના’ નિશાન બનાવશે ત્યારે ઇઝરાયેલી બંધકને મારી નાખવાની ધમકી આપી છે.

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version