Site icon News Continuous Bureau | Mumbai

Israel vs Hamas War: આ હિન્દુઓનો દેશ છે… અહીં મુસ્લિમોને પણ સુરક્ષા આપવામાં આવી, આવું માત્ર ભારતમાં શક્ય: મોહન ભાગવતે ઈઝરાયલ-હમાસને ટાંકીને જુઓ શું કહ્યું.. વાંચો વિગતે અહીં..

Israel vs Hamas War: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે પણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર નિવેદન આપ્યું છે….

Israel vs Hamas War Hindus have a country... Muslims were given security, this is possible only in India Mohan Bhagwat quoting Israel-Hamas

Israel vs Hamas War Hindus have a country... Muslims were given security, this is possible only in India Mohan Bhagwat quoting Israel-Hamas

News Continuous Bureau | Mumbai 

Israel vs Hamas War: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ( Mohan Bhagwat ) પણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, મોહન ભાગવતે 21 ઓક્ટોબરે કહ્યું હતું કે, હિંદુ ધર્મ ( Hinduism ) તમામ સંપ્રદાયોનું સન્માન કરે છે અને જે મુદ્દાઓને કારણે આજે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે તેના પર ભારતમાં ( India  ) ક્યારેય લડાઈ થઈ નથી. મોહન ભાગવત નાગપુરની ( Nagpur ) એક શાળામાં છત્રપતિ શિવાજી મહારાજના ( Chhatrapati Shivaji Maharaj ) રાજ્યાભિષેકના ( coronation ) 350 વર્ષ પૂરા થવાના અવસર પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

Join Our WhatsApp Channel

નાગપુરની એક શાળામાં કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે, આ દેશમાં એક એવો ધર્મ અને સંસ્કૃતિ છે જે તમામ સંપ્રદાયો અને આસ્થાઓનું સન્માન કરે છે. એ હિંદુ ધર્મ છે. આ હિંદુઓનો દેશ છે. આનો અર્થ એ નથી કે આપણે બીજા બધા (ધર્મોને) નકારીએ છીએ. અહીં જ્યારે તમે હિન્દુ કહો છો તો એ કહેવાની જરૂર નથી કે, મુસ્લિમોને પણ સુરક્ષા આપવામાં આવી છે. આવું માત્ર હિન્દુઓ જ કરે છે. આ માત્ર ભારત જ કરે છે. અન્ય દેશોમાં આવું થતું નથી.

અમે આ મુદ્દે ક્યારેય કોઈની સાથે લડ્યા નથી….

અન્ય કોઇ દેશોમાં આવું થતું નથી. દરેક જગ્યાએ યુદ્ધો થઇ રહ્યા છે. તમે યુક્રેન યુદ્ધ, હમાસ-ઈઝરાયલ યુદ્ધ વિશે તો ખબર જ છે. આવા મુદ્દાઓ પર આપણા દેશમાં ક્યારેય યુદ્ધ થયું નથી. શિવાજી મહારાજના સમયમાં જે હુમલાઓ થયા હતા તે આવા જ પ્રકારના હતા પરંતુ અમે આ મુદ્દે ક્યારેય કોઈની સાથે લડ્યા નથી, તેથી જ અમે હિંદુ છીએ.

આ સમાચાર પણ વાંચો :  Israel vs Hamas War: ભારતે પેલેસ્ટાઇન માટે મોકલી રાહત સામગ્રી, IAFનું C-17 વિમાન રવાના.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

નોંધનીય છે કે ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 4385 પેલેસ્ટાઈનના મોત થયા છે. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર રોકેટ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 1400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હુમલા બાદ તરત જ ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયું હતું. ઈઝરાયલનું કહેવું છે કે તે કોઇપણ સંજોગોમાં હમાસને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેશે.

Operation Sindoor Aftermath ઓપરેશન સિંદૂરની ધાક બોખલાયેલા પાકિસ્તાને ભારત વિરુદ્ધ આ દેશ સાથે હાથ મિલાવ્યા, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
Special Parliament Session Delimitation મહિલા ક્વોટા અને સીમાંકન પર સરકારનો માસ્ટર પ્લાન સપ્ટેમ્બરમાં સંસદનું ખાસ સત્ર મળવાની શક્યતા, આ ‘પરીક્ષા’ બનશે નિર્ણાયક
Hindu Kush Himalaya Warning ૫ મહિના પહેલાં મળેલી ચેતવણી સાચી પડી નેપાળમાં ભયાનક કુદરતી હોનારત, ભારતની ચિંતામાં મોટો વધારો
BRICS Summit India Agenda બ્રિક્સ મંચ પર ભારતનો પાવર શો સપ્લાય ચેઇનની મજબૂતી અને લોકલ કરન્સીમાં વેપાર માટે તૈયાર કર્યો મહત્ત્વપૂર્ણ રોડમેપ
Exit mobile version