Site icon

આ જ સમય છે ભારતને આત્મનિર્ભર બનાવવાનો, લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપો – પીએમ મોદી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

11 જુન 2020 

કોરોના મહામારી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય ચેમ્બર ઓફ કોમર્સ (આઇસીસી) ના 95 મા વાર્ષિક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ કોલકાતા ખાતે યોજાઈ રહ્યો હોવાથી વડાપ્રધાને બંગાળી ભાષામાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી અને 95 વર્ષથી આઇસીસી દેશની સેવા કરી રહી હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે વર્તમાન સમયમાં દેશનું આત્મનિર્ભર બનવું ખૂબ જરૂરી છે માટે અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવી પડશે તેમ કહ્યું હતું.

આત્મનિર્ભર ભારત વિષય પર વડાપ્રધાને કહ્યું કે, આજે જે ચીજ-વસ્તુઓ આપણે વિદેશથી મેળવવી છે તે આપણે આપણા દેશમાં કેવી રીતે બનાવવામાં આવે છે અને પછી આપણે તેમને કેવી રીતે નિકાસ કરવી જોઈએ, તેનો વિચાર કરવો પડશે. આ સમય સ્થાનિક લોકો માટે અવાજ ઉઠાવવાનો છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, સ્થાનિક ઉત્પાદનો માટે ક્લસ્ટરના આધારે મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે. ઉત્તર પૂર્વને કાર્બનિક ખેતીનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ છે, જો આઇસીસી નક્કી કરે, તો તે તેની વૈશ્વિક ઓળખ બનાવી શકે છે. આઈસીસીએ પોતાની સ્થાપનાથી આજ સુધી ઘણું બધું જોયું છે અને તે દેશની વિકાસ યાત્રાનો હિસ્સો રહી છે. આગામી પાંચ વર્ષ બાદ આઈસીસી સંસ્થા 100 વર્ષ પૂરા કરશે અને 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થશે. આ સંજોગોમાં આત્મનિર્ભર ભારત અભિયાનને સંપૂર્ણ કરવા કેટલાક લક્ષ્‍ય નિર્ધારિત કરવા જોઈએ.' હાલ દેશ કોરોના, તીડનું આક્રમણ, આગ, ભૂકંપ, વાવાઝોડા જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે તેવા સમયે સંસ્થાની વાર્ષિક બેઠક યોજાઈ છે. ઘણી વખત સમય પણ આપણી પરીક્ષા લે છે પરંતુ જે વ્યક્તિ પહેલેથી હાર માની લે તેને નવા અવસરો નથી દેખાતા. વિજય માટે સતત પ્રયત્નશીલ રહેવાથી જ સફળતા મળે છે.  મુશ્કેલી માટે એકમાત્ર દવા તાકાત છે માટે આપત્તિને અવસરમાં બદલવાનો સંકલ્પ લો અને આત્મનિર્ભર ભારતને ટર્નિંગ પોઈન્ટ બનાવો..

Nipah Virus: બંગાળ પર નિપાહનું સંકટ! ૨૫ વર્ષ જૂનો જીવલેણ વાયરસ પાછો ફર્યો, કેન્દ્રએ રાજ્યોને આપ્યું એલર્ટ; જાણો કેટલો ઘાતક છે આ વાયરસ.
Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Exit mobile version