News Continuous Bureau | Mumbai
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર અમેરિકા જશે.
રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન ચૌથી ભારત-યુએસ પ્રધાન સ્તરીય 2+2 મંત્રણામાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે, જે 11 એપ્રિલે વોશિંગ્ટન, ડીસીમાં યોજાશે.
યુ.એસ.નું પ્રતિનિધિત્વ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન અને સેક્રેટરી ઓફ ડિફેન્સ લોયડ ઓસ્ટિન કરશે.
વાટાઘાટો દરમિયાન તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરીને ભાવિ માર્ગ નક્કી કરવામાં આવશે.
