Jal Jeevan Mission: જલ જીવન મિશને 14 કરોડ (72.71 ટકા) ગ્રામીણ પરિવારોને નળના પાણીના જોડાણો પ્રદાન કરવાના મહત્વપૂર્ણ સીમાચિહ્નને પાર કર્યું

Jal Jeevan Mission: જેજેએમ અપ્રતિમ ઝડપ અને સ્કેલ દર્શાવે છે, માત્ર ચાર વર્ષમાં ગ્રામીણ નળ જોડાણ કવરેજને 3 કરોડથી વધારીને 14 કરોડ કર્યુ. દરેક સેકંડે નળના પાણીનું જોડાણ સ્થાપિત કરાય છે, જે ગ્રામીણ લેન્ડસ્કેપમાં દાખલારૂપ પરિવર્તન તરફ દોરી જાય છે. 2 લાખથી વધુ ગામડાંઓ અને 161 જિલ્લાઓ હવે 'હર ઘર જલ' બની ગયા છે

Jal Jeevan Mission crosses important milestone of providing tap water connections to 14 crore (72.71 percent) rural households

 News Continuous Bureau | Mumbai

Jal Jeevan Mission: જલ જીવન મિશન (જેજેએમ)એ આજે 14 કરોડ (72.71 ટકા) ગ્રામીણ કુટુંબોને ( rural families ) નળનાં પાણીનાં જોડાણો પ્રદાન કરવાનાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નને પાર કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2019નાં રોજ શરૂ કરેલી ભારત સરકારની મુખ્ય પહેલે અપ્રતિમ ઝડપ અને વ્યાપ પ્રદર્શિત કર્યો છે, જેણે ફક્ત ચાર વર્ષમાં ગ્રામીણ નળનાં જોડાણનો વ્યાપ 3 કરોડથી વધારીને 14 કરોડ કર્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગ્રામીણ વિકાસમાં ( rural development ) આમૂલ પરિવર્તનનું પ્રતીક છે, જે પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા, સમુદાયોને સશક્ત બનાવવા અને સ્થાયી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે મિશનની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

Join Our WhatsApp Community

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને વિવિધ વિકાસલક્ષી ભાગીદારો સાથે જોડાણમાં કામ કરીને જેજેએમએ ( JJMA ) કેટલીક સીમાચિહ્નો હાંસલ કરી છે. અત્યાર સુધીમાં ગોવા, તેલંગાણા, હરિયાણા, ગુજરાત, પંજાબ અને હિમાચલ પ્રદેશ તથા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરી, ડી એન્ડ ડી એન્ડ એનએચ તથા એએન્ડએન ટાપુઓ એમ છ રાજ્યોએ 100 ટકા કવરેજ હાંસલ કર્યું છે. મિઝોરમમાં 98.68 ટકા, અરુણાચલ પ્રદેશમાં 98.48 ટકા અને બિહારમાં 96.42 ટકા હિસ્સો આગામી સમયમાં સંતૃપ્તિ હાંસલ કરવાના માર્ગે અગ્રેસર છે.

આ પરિવર્તનનું હાર્દ કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસોમાં, તેમજ વિકાસ ભાગીદારોની સક્રિય ભાગીદારીમાં રહેલું છે. દરેક સેકંડ નળના પાણીના જોડાણની ( tap water connection ) સ્થાપનાનો સાક્ષી છે, જે ગ્રામીણ લેન્ડસ્કેપમાં ( rural landscape ) એક નમૂનારૂપ પરિવર્તન તરફ દોરી જાય છે. 2 લાખથી વધુ ગામો અને 161 જિલ્લાઓ હવે ‘હર ઘર જલ’ બની ગયા છે.

જળ શુદ્ધિકરણ ( Water purification ) અને સારવારની પદ્ધતિઓનો અમલ કરીને, જેજેએમએ એ સુનિશ્ચિત કર્યું છે કે ઘરોમાં પાણી પહોંચતું પાણી માપદંડોને પૂર્ણ કરે છે, જે પાણીજન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો કરે છે અને ગ્રામીણ સમુદાયોમાં એકંદર આરોગ્યમાં સુધારો કરે છે.

Jal Jeevan Mission crosses important milestone of providing tap water connections to 14 crore (72.71 percent) rural households

Jal Jeevan Mission crosses important milestone of providing tap water connections to 14 crore (72.71 percent) rural households

 

ઘરગથ્થું જોડાણો ઉપરાંત મિશને દેશભરમાં 9.24 લાખ (90.65 ટકા) શાળાઓ અને 9.57 લાખ (86.63 ટકા) આંગણવાડી કેન્દ્રોમાં નળનાં પાણીનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં, નળના પાણીની સુલભતા લોકાર્પણ સમયે 21.41 લાખ (7.86 ટકા) ઘરોથી વધીને આજે 1.96 કરોડ (72.08 ટકા) પરિવારો થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : SEBI Bans Naked Short Selling: સેબીનો મોટો નિર્ણય… શેરબજારમાં શોર્ટ સેલિંગના નિયમો બદલાયા.. હવે આ શોર્ટ સેલિંગ પર લાગ્યો પ્રતિબંધ.

‘હર ઘર જલ’ પહેલ નોંધપાત્ર સામાજિક-આર્થિક લાભો લાવી રહી છે, જે ગ્રામીણ વસ્તીને, ખાસ કરીને મહિલાઓ અને યુવાન છોકરીઓને, દરરોજ પાણી લાવવાના મુશ્કેલ કાર્યથી મુક્ત કરી રહી છે. જે સમયની બચત થઈ છે તે હવે આવક પેદા કરતી પ્રવૃત્તિઓ, કૌશલ્ય વિકાસ અને બાળકોના શિક્ષણને ટેકો આપવા તરફ વાળવામાં આવે છે.

જેજેએમના સાતત્યપૂર્ણ મોડલનો ઉદ્દેશ માળખાગત સુવિધાઓના દીર્ધાયુષ્યને સુનિશ્ચિત કરવાનો અને સમુદાયની આગેવાની હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. 5.29 લાખથી વધુ ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ (વીડબલ્યુએસસી)/પાણી સમિતિઓની રચના કરવામાં આવી છે, જેની સાથે સાથે 5.17 લાખ ગ્રામ કાર્યયોજનાઓ (વીએપી) તૈયાર કરવામાં આવી છે, જે પીવાના પાણીના સ્ત્રોત વ્યવસ્થાપન, ગ્રેવોટર ટ્રીટમેન્ટ અને ઇન-વિલેજ વોટર સપ્લાય સિસ્ટમના નિયમિત ઓએન્ડએમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ફિલ્ડ ટેસ્ટિંગ કિટ (એફટીકે)નો ઉપયોગ કરીને 23.55 લાખથી વધુ મહિલાઓને પાણીના નમૂનાના પરીક્ષણ માટે તાલીમ આપવામાં આવી છે. સ્રોત અને ડિલિવરી પોઇન્ટ્સમાંથી પાણીના નમૂનાઓનું સખત પરીક્ષણ નિયમિતપણે હાથ ધરવામાં આવે છે. આજે, તમામ આર્સેનિક અને ફ્લોરાઇડ-અસરગ્રસ્ત વસાહતોમાં પીવાનું સુરક્ષિત પાણી ઉપલબ્ધ છે.

‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ઔર સબકા પ્રયાસો’ના સિદ્ધાંતથી પ્રેરિત જલ જીવન મિશન સતત વિકાસ લક્ષ્યાંક 6 – તમામને સુરક્ષિત અને સસ્તું પાણી પ્રદાન કરવાની દિશામાં અગ્રેસર છે. ગ્રામીણ વિસ્તારોમાં તમામ ઘરો, શાળાઓ, આંગણવાડીઓ અને જાહેર સંસ્થાઓમાં નળ દ્વારા સલામત પાણી પહોંચાડવાની મિશનની પ્રતિબદ્ધતા વિકસિત ભારતના ઉદ્દેશો સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai Rain: ગોવા પછી મુંબઈમાં પણ વરસાદ, સમુદ્રમાં ઊંચા મોજાનું એલર્ટ, આઈએમડીએ આપી આ ચેતવણી
Cyber ​​thug: સાયબર ઠગોએ લીધો જીવ! પુણેમાં નિવૃત્ત અધિકારીને ૧.૧૯ કરોડની છેતરપિંડીનો આઘાત, થયું દુઃખદ નિધન
Delhi Riots 2020: સત્તા પરિવર્તનના ષડયંત્ર હતા ૨૦૨૦ના રમખાણો… સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનો દાવો, ટ્રમ્પના પ્રવાસ સાથે શું છે કનેક્શન?
Akhtar Qutubuddin: નકલી વૈજ્ઞાનિક બનેલા અખ્તર કુતુબુદ્દીને પરમાણુ ડેટા ચોર્યો! ચિંતા વધારનારી ઘણી વસ્તુઓ મળી આવી
Exit mobile version