ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
જમ્મુ-કાશ્મીરની સરહદ પર ભારતીય સેનાએ એકવાર ફરી પાકિસ્તાનના નાપાક ઈરાદાને નિષ્ફળ કરી દીધા છે.
જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં સાત દિવસના આ ઓપરેશનમાં અત્યાર સુધી 7 આતંકીઓ માર્યા ગયા છે, જ્યારે એક આતંકી જીવિત ઝડપાયો છે.
આ સિવાય ઓપરેશનમાં સેનાને એકે 47 ના સાત હથિયાર, 9 પિસ્તોલ અને રિવોલ્વર જપ્ત થઈ છે. સાથે 80થી વધુ ગ્રેનેડ અને ભારતીય તથા પાકિસ્તાનની મોટી માત્રામાં કરન્સી જપ્ત થઈ છે.
ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, આતંકી અલી બાબર પાત્રાએ સેનાની સામે આત્મસમર્પણ કર્યું છે.
આતંકીઓની ઘુષણખોરીનો ઈરાદો 2016ના ઉરી જેવા મોટા હુમલાને અંજામ આપવાનો હતો.
મહારાષ્ટ્રના આ જિલ્લામાં ભાજપ અને મનસેની યુતિઃ ભાજપે યુતિ કરવા કરી બાંધછોડ;જાણો વિગત
