જમ્મુ કાશ્મીર ખાતે સુરક્ષા દળોને આજે મોટી સફળતા મળી છે. અખનૂર ખાતે પોલીસે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.
જાણવા મળ્યા મુજબ ડ્રોનમાંથી 5 કિલો આઈઈડીનો જથ્થો મળી આવ્યો છે.
હવે એજન્સીઓ દ્વારા એ અંગે તપાસ કરવામાં આવી રહી છે કે, શું લશ્કર પાછલી વખતની જેમ આતંકવાદી હુમલા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનું હતું.
ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદથી 8 કિમી અંદર મળી આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 1 મહિનાથી ડ્રોનની ગતિવિધિઓ તેજ થઈ છે. અહીં 27 જૂનના રોજ ભારતીય વાયુસેના સ્ટેશન પર વિસ્ફોટક પાડવા માટે ડ્રોનનો ઉપયોગ થયો હતો.
