News Continuous Bureau | Mumbai
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં એક પછી એક આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. પહેલા રિયાસી, પછી કઠુઆ અને હવે ડોડામાં આતંકીઓએ હુમલો કર્યો છે. મંગળવારે, આતંકવાદીઓએ ડોડા જિલ્લામાં સેનાના અસ્થાયી ઓપરેશનલ બેઝ પર હુમલો કર્યો અને ગોળીબાર શરૂ કર્યો. જો કે, સુરક્ષા દળોએ પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો અને વળતો ગોળીબાર કર્યો. જવાનોની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જ્યારે આતંકવાદી હુમલામાં પાંચ જવાનોના ઘાયલ થવાના સમાચાર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
Jammu and Kashmir બસ પર ગોળીબાર
જમ્મુ ક્ષેત્રમાં આ ઘટના એવા સમયે બની છે જ્યારે આતંકવાદીઓએ તાજેતરમાં પોની વિસ્તારના તેરાયથ ગામ પાસે શિવ ખોરી મંદિરથી કટરા જતા ભક્તોને લઈ જતી 53 સીટર બસ પર ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ બસ ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા.
Jammu and Kashmir આતંકવાદીઓએ હુમલો કર્યો
આ ઘટના અંગે પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આતંકીઓએ હીરાનગર સેક્ટરમાં કુટા મોડ પાસે સૈદા સુખલ ગામમાં હુમલો કર્યો. આ પછી સર્ચ ઓપરેશનમાં એક આતંકી માર્યો ગયો. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક AK 47 રાઈફલ અને એક બેગ મળી આવી છે. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદી અને તેના જૂથની ઓળખ કરવામાં આવી રહી છે. આતંકી હુમલામાં એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો છે.
આ સમાચાર પણ વાંચો : Vande Bharat train : વંદે ભારતમાં ‘મુંબઈ લોકલ’ જેવી મુસાફરોની ભીડ, વિડીયો થયો વાયરલ; રેલવે અધિકારીએ કરી સ્પષ્ટતા..
Jammu and Kashmir બીજા આતંકીની શોધ ચાલુ છે
જમ્મુ-કાશ્મીરમાં થયેલા ત્રણ આતંકવાદી હુમલા અંગે એડીજીપી આનંદ જૈને કહ્યું છે કે આ આપણો દુશ્મન પાડોશી છે જે હંમેશા આપણા દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું કે હીરાનગર આતંકી હુમલામાં એક આતંકી માર્યો ગયો છે, જ્યારે બીજાની શોધ પણ ચાલી રહી છે. આ માટે સુરક્ષા દળો સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.