News Continuous Bureau | Mumbai
Jammu Kashmir : કેન્દ્ર સરકાર દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ અનેક સંગઠનો સામે કડક કાર્યવાહી કરી રહી છે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના વધુ બે સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે. આતંકવાદી નેટવર્ક પર કાર્યવાહી કરતા ગૃહ મંત્રાલયે મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીર (સુમજી જૂથ) અને મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીર ( ભાટ જૂથ ) ને ગેરકાયદેસર જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયે UAPA હેઠળ આ બંને સંગઠનો પર આગામી 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. ગૃહમંત્રી અમિત શાહે ( Amit Shah ) પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે.
આ બે સંગઠનો ગેરકાયદેસર જાહેર કર્યા
ગૃહમંત્રી અમિત શાહે પોસ્ટમાં લખ્યું, ‘આતંકવાદી નેટવર્ક ( terrorist network ) પર હુમલામાં ( Central Govt ) સરકારે મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીર ( Sumji faction ) અને મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીર ( bhat faction jammu ) ને ગેરકાયદેસર સંગઠનો જાહેર કર્યા છે.’
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે આ સંગઠનો ( Organizations ) રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. શાહે આગળ લખ્યું કે પીએમ મોદીની સરકાર આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોય તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો
મહત્વનું છે કે છેલ્લા ત્રણ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં સરકાર દ્વારા પ્રતિબંધિત આ ચોથું સંગઠન છે. તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગ મસરત આલમ જૂથો પર અગાઉ ડિસેમ્બર 2023 માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 27 ફેબ્રુઆરીએ, સરકારે જમાત-એ-ઇસ્લામી, જમ્મુ અને કાશ્મીર (JeI) પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Fine On Air India: એરપોર્ટ પર વ્હીલચેર ન મળવાને કારણે 80 વર્ષના વૃદ્ધનું થયું હતું મોત, DGCAએ એર ઈન્ડિયા પર લગાવ્યો 30 લાખનો દંડ..
આતંકવાદીઓને ( terrorists ) મદદ કરવામાં સામેલ સભ્યો
ગુલામ નબી સુમજીના નેતૃત્વમાં મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીર-સુમજી ગ્રુપ ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી અભિયાન ચલાવી રહ્યું હતું. તેના સભ્યો આતંકવાદીઓને મદદ કરવામાં સામેલ છે, એમ ગૃહ મંત્રાલયે એક નોટિસમાં જણાવ્યું હતું.
જમાત-એ-ઇસ્લામી (જમ્મુ કાશ્મીર) વિશે એવું કહેવામાં આવ્યું હતું કે 2019માં પ્રતિબંધિત હોવા છતાં, આ સંગઠને ગુપ્ત રીતે તેની પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોને મદદ પૂરી પાડી. તે કાશ્મીરમાં જૈશ લશ્કર જેવા સંગઠનોને મદદ કરતું રહ્યું.
રાજૌરીને બનાવ્યું તેનું એપી સેન્ટર
વધુમાં કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં જમાત-એ-ઈસ્લામીએ અલ હુદા નામનું ટ્રસ્ટ બનાવીને આતંકવાદીઓને ફંડિંગ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. કાશ્મીરની સાથે, તેણે જમ્મુમાં તેની ભંડોળ પ્રવૃત્તિઓમાં પણ વધારો કર્યો અને રાજૌરીને તેનું એપી સેન્ટર બનાવ્યું.