Site icon

Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 સુરક્ષા જવાનો શહીદ, આ આતંકી સંગઠન લીધી હુમલાની જવાબદારી..

Jammu-Kashmir: જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આખી રાત આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર સૈન્યના જવાનોનું મંગળવારે મૃત્યુ થયું છે જ્યારે ઘાયલ પોલીસકર્મી જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો છે.

Doda encounter, Army Officer among 4 soldiers killed in gunfight with terrorists in Jammu and Kashmir

Doda encounter, Army Officer among 4 soldiers killed in gunfight with terrorists in Jammu and Kashmir

  News Continuous Bureau | Mumbai 

Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના એક અધિકારી સહિત ચાર સુરક્ષા જવાનો શહીદ થયા છે. આ અથડામણ ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના જવાનોએ મોડી રાત્રે ડોડા શહેરથી લગભગ 55 કિલોમીટર દૂર દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગીના જંગલમાં હુમલો કર્યો. જણાવી દઈએ કે સોમવારે સાંજે જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

Jammu-Kashmir:  રાત્રે 9 વાગ્યાની આસપાસ જંગલમાં એન્કાઉન્ટર થયુ

થોડીવારના ગોળીબાર બાદ આતંકીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એક અધિકારીની આગેવાની હેઠળના બહાદુર સૈનિકોએ પડકારરૂપ પ્રદેશમાં ગાઢ જંગલોમાંથી તેમનો પીછો કર્યો, જેના પછી રાત્રે 9 વાગ્યાની આસપાસ જંગલમાં એન્કાઉન્ટર થયુ. અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણમાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે સારવાર દરમિયાન તમામનું નિધન થયું છે. શહીદ થયેલા જવાનોમાં એક આર્મી ઓફિસર, ત્રણ જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન સામેલ છે.

આ સમાચાર પણ વાંચો  : મહારાષ્ટ્રમાં હજારો પરિવારોને રોજગાર પૂરો પાડતા આ ઉદ્યોગપતિએ 86 વર્ષે દુનિયાને કહ્યું અલવિદા, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

Jammu-Kashmir: હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી 

16 આર્મી કોર્પ્સ, જેને વ્હાઇટ નાઈટ કોર્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, જણાવ્યું હતું કે ડોડામાં એન્કાઉન્ટર વિસ્તારમાં વધારાના સૈનિકો મોકલવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ડોડા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી છે. આ સંગઠન જૈશ-એ-મોહમ્મદનું એક જૂથ છે જેણે તાજેતરમાં કઠુઆમાં સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ ક્ષેત્રમાં ઘણા સ્થળોએ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. 14 જુલાઈના રોજ, ભારતીય સેનાએ કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

 

 

UP Police Special Screening:સિંઘમ સ્ટાઈલમાં એન્ટ્રી! 600 પોલીસ ઓફિસરો એકસાથે જોશે ‘ધુરંધર-2’, મેરઠમાં બે હોલ હાઉસફુલ..
Masterstroke of India’s foreign policy:ભારતની વિદેશ નીતિનો માસ્ટરસ્ટ્રોક: એસ. જયશંકરે સમજાવ્યું ઇઝરાયલ સાથેની દોસ્તી અને ઇરાન સાથેના સંબંધોનું ગણિત.
New Income Tax Rules 2026:૧ એપ્રિલથી આ મોટો ફેરફાર! LPG સિલિન્ડર, ATM અને PAN કાર્ડના બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
Mega Aviation Plan:એવિએશન સેક્ટરમાં ધડાકો! મોદી સરકારે જાહેર કર્યો 100 એરપોર્ટનો પ્લાન, જાણો શું છે તૈયારી.
Exit mobile version