Site icon

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં ઘરની બારે પોસ્ટરથી મચ્યો હડકંપ, હિન્દુ અને શીખ ધર્મના લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવા ચેતવણી.. જાણો સમગ્ર મામલો વિગતે અહીં..

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના પૂંછમાં હિન્દુ અને શીખ પરિવારોને ધમકી આપવામાં આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘણા ઘરો પર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે અને મકાનોને ખાલી કરી દેવાની ધમકી આપવામાં આવી છે….

Jammu Kashmir In Jammu-Kashmir, riots caused by posters outside houses, warning Hindus and Sikhs to vacate their homes immediately.…

Jammu Kashmir In Jammu-Kashmir, riots caused by posters outside houses, warning Hindus and Sikhs to vacate their homes immediately.…

News Continuous Bureau | Mumbai 

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના પૂંછમાં હિન્દુ ( Hindu ) અને શીખ ( Sikh ) પરિવારોને ધમકી આપવામાં આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘણા ઘરો પર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે અને મકાનોને ખાલી કરી દેવાની ધમકી આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો તમે આમ નહીં કરો તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ ઘટનાથી લોકો ડરી ગયા છે. સ્થાનિકોએ પોલીસ ( Jammu Kashmir Police ) અને સેના પાસે ધમકી આપનારા દેશ વિરોધી તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં પૂંછ જિલ્લાનું દેગવાર સેક્ટર પાકિસ્તાન સરહદને ( Pakistan border ) અડીને આવેલું છે. શનિવારે સાંજે લગભગ 6 વાગ્યાના આસપાસ લોકો તેમના ઘરોની બહાર લાગેલા પોસ્ટરોને જોઈને ગભરાઈ ગયા હતા. આ પોસ્ટરો પર ઉર્દૂમાં (  urdu ) લખવામાં આવ્યું હતું કે, “તમામ હિન્દુઓ અને શીખ સમુદાયને ચેતવણી આપવામાં આવે છે કે આ વિસ્તાર જલદીથી છોડી દો. અન્યથા તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડશે.”

 PAFFએ આપી હતી મોટા હુમલાની ધમકી

આ ઘટનાની માહિતી મળતાં જ પૂંછ પોલીસ સ્ટેશનના SSO દીપક પઠાનિયા સુરક્ષા દળોની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સરપંચની હાજરીમાં પોસ્ટરો હટાવ્યા હતા. એક પોસ્ટર એડવોકેટ મહિન્દર પિયાસાના ઘર ગીતા ભવનના મુખ્ય દ્વાર પર ચોંટાડવામાં આવ્યું હતું. બીજું પોસ્ટર અને ત્રીજું પોસ્ટર સુજાન સિંહના લૉનમાંથી મળી આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Samriddhi Highway Accident : મહારાષ્ટ્રના સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર સર્જાયો ફરી મોટો અકસ્માત, આટલા લોકોનો મોત.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર.. વાંચો અહીં..

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ મોટા હુમલાની ધમકી આપી હતી. તેણે સોશિયલ મીડિયા પર ધમકીભરી પોસ્ટ કરી હતી. આમાં તેણે જમ્મુ અને દિલ્હીમાં આતંકવાદી હુમલા કરવાની ધમકી આપી હતી. તમને જણાવી દઈએ કે પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ, જૈશ-એ-મોહમ્મદ દ્વારા સમર્થિત સંગઠન છે. કલમ 370 હટાવ્યા પછી પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ, જૈશના પ્રોક્સી સંગઠન તરીકે ઉભરી આવ્યું હતું. PAFF દ્વારા સમયાંતરે સેના અને સરકારને ધમકીઓ પણ આપવામાં આવી છે.

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version