Site icon

આતંકીઓ મારફતે ડ્રગ્સ ઘૂસાડવાના પાક. કાવતરાનો પર્દાફાશ, 21 કિલો હેરોઈન અને 1.34 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

જમ્મુ કાશ્મીર

Join Our WhatsApp Community

12 જુન 2020

સુરક્ષાદળોએ ભારતમાં નાર્કોટિક્સ ડ્રગ્સ ઘૂસાડવાના આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટમાં સંડોવાયેલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પાકિસ્તાનમાંથી ભારતમાં નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો ઘૂસાડવાનું ષડયંત્ર ભારતીય સુરક્ષાદળોએ પકડી પાડયું હતું.

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાંથી લશ્કર-એ-તોયબાના ત્રણ આતંકવાદીઓ 21 કિલો હેરોઈનના જથૃથા સાથે પકડાયા હતા. જેની બજાર કિંમત 100 કરોડ છે. પોલીસ ના જણાવ્યા અનુસાર આ આંતકવાદીઓ પાકિસ્તાન પ્રેરિત ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા હતા અને ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું ષડયંત્ર પાર પાડવાના હતા.

ઉપરાંત આતંકવાદી ઓ પાસેથી 1.34 કરોડ રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. એ સિવાય કરન્સી કાઉન્ટિંગ મશીન પણ જપ્ત કરાયું હતું. બાતમીના આધારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ત્રણેય આતંકવાદીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા પૈકી, એક કુખ્યાત ડ્રગ ડિલર હતો. એની સામે અગાઉ પણ ડ્રગ્સ ઘૂસણખોરીની ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. ડ્રગ્સના રેકેટમાં હજુ પણ ઘણાં સ્થાનિક આરોપીઓ સંડોવાયેલા હોવાની શક્યતા છે. એ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ઓપરેશન હાથ ધર્યું છે. 

ઉલ્લેખનીય છે કે ડ્રગ્સની હેરાફેરીમાંથી જે રકમ મળે તેનો ઉપયોગ આતંકવાદી  પ્રવૃત્તિ માટે થાય છે. આ રીતે ડ્રગ્સની હેરાફેરી કરીને તોયબના આતંકવાદીઓ આતંકી હુમલા માટે ફંડ એકઠું કરે છે…

Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Cyclone Shakti: ચક્રવાત ‘શક્તિ’ની અસર કયા વિસ્તારોમાં થશે, વાંચો તેના વિશે મુખ્ય બાબતો અહીં
Nirav Modi: ભાગેડુ નીરવ મોદીનો ખેલ ખતમ, ભારતની તપાસ એજન્સીઓ તેને દેશ વાપસી ને લઈને બનાવી આવી યોજના
Operation Sindoor: ઑપરેશન સિંદૂરમાં ભારતે અમેરિકા-ચીનના કયા ફાઇટર જેટ તોડી પાડ્યા, વાયુસેના પ્રમુખનો મોટો ખુલાસો
Exit mobile version