News Continuous Bureau | Mumbai
જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)ના પૂંછમાં આજે (બુધવારે) એક મોટી દુર્ઘટના થઈ છે.
પૂંછ(Poonch)ના સાવજન વિસ્તારમાં એક મિની બસ(Mini Bus)ને અકસ્માત નડ્યો છે.
આ અકસ્માતમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે.
ઘાયલોને મંડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
કહેવાય રહ્યું છે કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ જમ્મુ-કાશ્મીરના મંડીથી સાવજન જઈ રહી હતી. આ દરમિયાન બસ ખીણમાં પડી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચી લ્યો- મોસમ વિભાગનો આવો છે વર્તારો
