Site icon News Continuous Bureau | Mumbai

Jammu & Kashmir: જમ્મુ-કાશ્મીરનો બદલાતો પવન! હિઝબુલ આતંકવાદી જાવિદ મટ્ટૂના ભાઈએ સ્વતંત્રતા દિવસ પહેલા લહેરાવ્યો ત્રિરંગો.. જુઓ વિડીયો

Jammu & Kashmir:આતંકવાદી જાવિદ મટ્ટૂના ભાઈ રઈસ મટ્ટૂએ રવિવારે જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં પોતાના ઘરે ત્રિરંગો ફરકાવ્યો હતો.

Jammu & Kashmir: Watch Hizbul terrorist’s brother hoists Tricolour at home in Jammu and Kashmir

Jammu & Kashmir: Watch Hizbul terrorist’s brother hoists Tricolour at home in Jammu and Kashmir

News Continuous Bureau | Mumbai 

Jammu & Kashmir: સ્વતંત્રતા દિવસ પહેલા, હિઝબુલ આતંકવાદીનો ભાઈ જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં તેના નિવાસસ્થાને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતો જોવા મળ્યો હતો. એક વીડિયોમાં હિઝબુલ આતંકવાદી જાવિદ મટ્ટૂનો ભાઈ રાયસ મટ્ટૂ તેના ઘરની બારીમાંથી ત્રિરંગો લહેરાવતો જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Channel

જાવિદ મટ્ટુ, જેને ફૈઝલ/સાકિબ/મુસૈબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિઝબુલ મુઝાહિદ્દીન આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો સક્રિય આતંકવાદી છે. સુરક્ષા એજન્સીઓની યાદીમાં તે ટોચના 10 કુખ્યાતમાં સામેલ છે.

 

 શ્રીનગરમાં તિરંગા રેલી

સ્વતંત્રતા દિવસ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને 13 થી 15 ઓગસ્ટ વચ્ચે ‘હર ઘર તિરંગા’ ચળવળમાં ભાગ લેવા વિનંતી કરી હતી.

રવિવારે, શ્રીનગરમાં એક મેગા ‘તિરંગા’ રેલી કાઢવામાં આવી હતી, જેમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ભાગ લીધો હતો.

તેઓ, જેઓ કહેતા હતા કે જમ્મુ અને કાશ્મીરમાં તિરંગા લગાડવા માટે કોઈ બાકી રહેશે નહીં, તેઓ સમજી ગયા હશે કે જમ્મુ અને કાશ્મીરનો દરેક યુવાન રાષ્ટ્રધ્વજને એટલો જ પ્રેમ કરે છે. જેટલો દેશના અન્ય ભાગોના લોકો કરે છે. મનોજ સિંહાએ કોઈનું નામ લીધા વિના આ નિવેદન આપ્યું હતું. .શ્રીનગર ઉપરાંત બડગામ સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ તિરંગા રેલીઓ કાઢવામાં આવી હતી.

 

આ સમાચાર પણ વાંચો :Seema Haider: સીમા હૈદર રંગાણી ભારતીય રંગમાં…..તિરંગા સાડી, માથે ચૂંદડી…સીમા હૈદરે રાષ્ટ્રધ્વજ ફરકાવી લગાવ્યા ‘ભારત માતા કી જય’ના નારા…. જુઓ વિડીયો..

Murli Manohar Joshi Vote Theft Row ‘બંધારણનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ’ ભાજપના જ પીઢ નેતા મુરલી મનોહર જોષીના નિવેદનથી મોદી સરકાર ભીંસમાં
Rahul Gandhi Action Guarantee જંતરમંતરથી રાજઘાટ સુધી વિપક્ષનું શક્તિપ્રદર્શન! સંસદ સભ્યોની અટકાયત છતાં આંદોલન તેજ રાહુલ ગાંધી બોલ્યા ‘CEC એ રાજીનામું આપવું જ પડશે’
Opposition MPs Rajghat Protest ધરણાં માટે રાજઘાટ જઈ રહ્યા છે વિપક્ષી સાંસદો ખડગેના ભાજપ પર આકરા પ્રહાર ‘બાપુએ આઝાદી અપાવી, ભાજપ છીનવી રહ્યું છે’
CEC Gyanesh Kumar Appointment Challenged શું નિયમો નેવે મૂકીને બનાવાયા મુખ્ય ચૂંટણી કમિશનર? સર્ચ પેનલ પર લાગ્યા ગંભીર આરોપો…
Exit mobile version