Site icon News Continuous Bureau | Mumbai

જાપાને હોંગકોંગ મુદ્દે કરી પીછેહટ, અમેરિકાના અભિયાનમાં સાથ આપવાની પાડી ના

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

9 જુન 2020

કોરોના, સાઉથ ચાઈના સી, તાઈવાન અને હોંગકોંગ મુદ્દે ચીનના માથે દુનિયાભરમાંથી પસ્તાળ પડી રહી છે. ચીન વિરોધી આ અભિયાન અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ, હવે છેલ્લી ઘડીએ જાપાને ચીનથી ડરીને આ અભિયાનમાં અમેરિકાનો સાથ આપવાની ના કરી છે.

એક અહેવાલ પ્રમાણે બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ચીન દ્વારા 28 મેના રોજ મંજૂર કરવામાં આવેલા સુરક્ષા કાયદાને લઈ નિંદા કરી હતી કે, 'આ કાયદો સ્વતંત્રતાના અધિકારને હણે છે. તેમજ 1984ના ચીન-બ્રિટિશ કરારનો ભંગ કરે છે'.

જ્યારે આ મામલે ટોક્યોએ 28 મેના રોજ અલગથી નિવેદન જાહેર કરી "ચીન દ્વારા નવા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને મંજૂરી આપવી ચિંતાનો વિષય છે. બીજિંગના આ પગલાંથી હોંગકોંગની વિશેષ સ્વાયત્તતા અને સ્વતંત્રતા ખતરામાં પડી શકે છે". 

સાથે જ એ પણ જણાવ્યું કે હવે જાપાન ચીન વિરોધી આંતરાષ્ટ્રીય અભિયાનનો ભાગ બનશે નહી.

હકીકતમાં જાપાન, અમેરિકા અને ચીન વચ્ચેની લડાઈને લઈ મોટી વિમાસણમાં  મુકાયું છે. કહેવાય છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જાપાનની યાત્રા પર આવી શકે છે, માટે તે કોઇ એવું પગલું ભરવા માંગતું નથી જેના કારણે  તેના સંબંધ પર અસર થાય. આમ તો જિગપિંગ એપ્રિલની શરૂઆતમાં જાપાન આવવાના હતા. પરંતુ કોરોના સંકટને લઈ યાત્રા સ્થગિત કરી દીધી હતી. જ્યારે અમેરિકા સાથે જાપાનના વર્ષોથી આર્થિક, રાજનૈતિક અને સામરિક સંબંધો ખુબ જ મજબુત છે..

PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
PM Modi Cabinet Reshuffle મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની તૈયારી પીએમ મોદીએ મંત્રીઓ સાથે ૩ કલાક સુધી યોજી મેરેથોન બેઠક; કોનું કદ વધશે અને કોની થશે બાદબાકી?
Exit mobile version