ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
24 નવેમ્બર 2020
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે સોમવારે પત્રકારત્વના વિદ્યાર્થીઓને સનસનાટીભર્યા અને ટીઆરપી કેન્દ્રિત પત્રકારત્વમાં ન ફસાઇ જવા સૂચન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે ટીઆરપી કેન્દ્રિત પત્રકારત્વ સારું નથી. 50,000 મકાનોમાં સ્થાપિત મીટર 22 કરોડ લોકોના અભિપ્રાયને માપી શકતા નથી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ભારતીય માસ કોમ્યુનિકેશન સંસ્થામાં સત્ર 2020-21ના ઓરિએન્ટેશન પ્રોગ્રામનો શુભારંભ કરતા કહ્યુ હતું કે, ‘પત્રકારત્વ એક જવાબદારી છે, લોકોને ગેરમાર્ગે દોરવાનું સાધન નહીં. જો તમારી વાર્તા તથ્યો પર આધારીત છે, તો પછી કોઈ નાટક અથવા સનસનીની જરૂર નથી.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયામાં સકારાત્મક કહાનીઓનું સામે ના આવવા પર અફસોસ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યુ હતું કે સમાજમાં ઘણી સારી રચનાત્મક કહાનીઓ છે પરંતુ દુ:ખની વાત છે કે મીડિયામાં કોઈની પાસે તેમને પ્રકાશિત કરવાનો સમય નથી. કેન્દ્રીય મંત્રીએ રચનાત્મક પત્રકારત્વ વિશે ચર્ચા કરતા કહ્યુ કે નીમ કોટિંગ શરૂ થયા બાદથી ખાતરોની કાળા બજારી નથી થતી. માનવ રહિત રેલવે ફાટકો પર નિયમિત દુર્ઘટનાઓને રોકવામાં મદદ મળી છે. સ્વચ્છતાના મોર્ચા પર પણ રેલવેમાં ભારે બદલાવ છે. લગભગ 5000 રેલવે સ્ટેશનોમાં હવે વાઈ-ફાઈની સુવિધા છે અને દેશભરમાં લગભગ 100 એરપોર્ટ લાભકારી સાબિત થઈ રહ્યા છે. શું આ બધા સમાચાર નથી? '
