ન્યૂઝ કન્ટિન્યૂઝ બ્યુરો,
દિલ્હી.
તા. ૨૦/૧૨/૨૧, સોમવાર
પોતાની વહુ એટલે કે ઐશ્વર્યા રાયને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના દાદરા ચડવા પડ્યા ત્યારથી જયા બચ્ચન નો પિત્તો સાતમા આસમાને છે. સોમવારના દિવસે રાજ્યસભામાં નાર્કોટિક્સ બિલ પર ચાલી રહેલી ચર્ચામાં ભાગ લેવા માટે જયા બચ્ચન ઉભા થયા અને તેમણે ભાજપને શ્રાપ આપ્યો.
વાત એમ છે કે જયા બચ્ચન નાર્કોટિક્સ સંદર્ભે બોલવાના સ્થાને બાર સાંસદોને શા માટે સસ્પેન્ડ કર્યા છે તે મામલે બોલવા માંડ્યા. અનેકવાર રોકવા છતાં તેમણે પોતાનો વિષય બદલ્યો નહીં. ત્યારબાદ ધૂંઆપૂંઆ થયેલા જયા બચ્ચને ચાલુ સંસદે ભાજપ ને શ્રાપ આપ્યો કે આખી પાર્ટીએ બહુ જલદી બુરે દિન જોવા પડશે.
જયા બચ્ચનના શ્રાપ પછી સંસદમાં ભારે હંગામો થયો અને સંસદને મોકૂફ કરવામાં આવી.