ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 મે 2020
જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ લડકર એ તૈયબા (એલઇટી) ના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે અને બડગામમાં આતંકવાદીના ઠેકાણાને પણ શોધી લેવાયુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ગામની તલાશીની કાર્યવાહી દરમિયાન એલઈટીના ટોચના આતંકી અને સહયોગી ઝહૂર વાનીની ધરપકડ કરાઈ છે. પકડાયેલા વાની સાથે આગળની કાર્યવાહી કરતાં એક છુપાયેલું અવાવરું સ્થાન પણ મળી આવ્યું હતું, જેનો ઉપયોગ તે આતંકવાદીઓના આશ્રય માટે અને સામગ્રી છુપાવવા માટે કરી રહ્યો હતો, તેની પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. વધુ તપાસ દરમિયાન, અન્ય ચાર આતંકવાદીના સહયોગીઓ જે તમામ સ્થાનિક રહેવાસીઓ છે, જેઓ લશ્કરી સંગઠન અને આતંકવાદીઓને લોજીસ્ટિક સપોર્ટ અને આશ્રય આપવામાં મદદ કરતા હતા જેની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ જૂથ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સક્રિય હતું. આ સંદર્ભે ગામ ખાનસાઈબમાં પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે..