Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીર પોલીસે એલઇટી આતંકવાદીઓને પકડયા, 5 સહયોગી ઝડપાયા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

16 મે 2020

જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ લડકર એ તૈયબા (એલઇટી) ના પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી છે અને બડગામમાં આતંકવાદીના ઠેકાણાને પણ શોધી લેવાયુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ગામની તલાશીની કાર્યવાહી દરમિયાન એલઈટીના ટોચના આતંકી અને સહયોગી ઝહૂર વાનીની ધરપકડ કરાઈ છે. પકડાયેલા વાની સાથે આગળની કાર્યવાહી કરતાં એક છુપાયેલું અવાવરું સ્થાન પણ મળી આવ્યું હતું, જેનો ઉપયોગ તે આતંકવાદીઓના આશ્રય માટે અને સામગ્રી છુપાવવા માટે કરી રહ્યો હતો, તેની પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. વધુ તપાસ દરમિયાન, અન્ય ચાર આતંકવાદીના સહયોગીઓ જે તમામ સ્થાનિક રહેવાસીઓ છે, જેઓ લશ્કરી સંગઠન અને  આતંકવાદીઓને લોજીસ્ટિક સપોર્ટ અને આશ્રય આપવામાં મદદ કરતા હતા જેની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ જૂથ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સક્રિય હતું. આ સંદર્ભે ગામ ખાનસાઈબમાં પોલીસ  કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે..

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version