Site icon

Karnataka Road Accident : મોટી દુર્ઘટના! કર્ણાટકના ચિક્કાબલ્લાપુરામાં ભીષણ રોડ અકસ્માત, આટલા લોકોના મોત.. વાંચો વિગતે અહીં..

Karnataka Road Accident : કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં ગુરુવારે સવારે એક મોટા માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહીં એક SUV કાર રોડ કિનારે પાર્ક કરેલા ટેન્કર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો….

Karnataka Road Accident Big tragedy! Fatal road accident in Karnataka's Chikkaballapura, 12 dead….

Karnataka Road Accident Big tragedy! Fatal road accident in Karnataka's Chikkaballapura, 12 dead….

News Continuous Bureau | Mumbai 

Karnataka Road Accident : કર્ણાટક ( Karnataka ) ના ચિક્કાબલ્લાપુર ( Chikkaballapur ) માં ગુરુવારે સવારે એક મોટા માર્ગ અકસ્માત ( Road Accident ) ની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહીં એક SUV કાર ( SUV car ) રોડ કિનારે પાર્ક કરેલા ટેન્કર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આ દર્દનાક અકસ્માતમાં કારમાં સવાર 12 લોકોના મોત થયા છે. આ તરફ અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

કર્ણાટકના ચિક્કાબલ્લાપુર શહેરના જિલ્લા મુખ્યાલયની સીમમાં આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું કે, એસયુવી બાગેપલ્લીથી ( Bagepalli ) ચિક્કાબલ્લાપુર જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે રસ્તા પર ઉભેલા ટેન્કરને ટક્કર મારી હતી. જેના પરિણામે ચાર મહિલાઓ સહિત 12 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મૃતકોમાં 8 પુરૂષ અને 4 મહિલા સામેલ છે…..

પ્રાથમિક અહેવાલો મુજબ મૃતકોમાંથી દસ શ્રી સત્ય સાંઈ જિલ્લાના ગોરંતલા મંડલના ગામોના સ્થળાંતર કામદારો હતા. માહિતી અનુસાર, ગોરાંટલાના સ્થાનિક બસ સ્ટેન્ડ પર એકઠા થયેલા પરપ્રાંતિય કામદારો બેંગલુરુ જતી ટાટા સુમો એસયુવીમાં સવાર થયા હતા. દશેરા વેકેશન બાદ તમામ પોતપોતાના કાર્યસ્થળ પર પરત ફરી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ED Raid: રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષના ઘરે EDની રેડ, ચૂંટણીના માહોલ વચ્ચે પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

મૃતકોમાં 8 પુરૂષ અને 4 મહિલા સામેલ છે. એનએચ 44 પર ઉભેલા એક ટ્રકમાં સામે આવી રહેલી ટાટા સૂમોએ ટક્કર મારી હતી. ટ્રક અને સૂમોની ટક્કર પછી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સૂત્રો અનુસાર, ગાઢ ધુમ્મસને કારણે કાર ડ્રાઇવર રસ્તા પર ઉભેલા ટ્રકને જોઇ શક્યો નહતો અને તેની સાથે ગાડી ટકરાઇ હતી.

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version