Site icon News Continuous Bureau | Mumbai

Kerala Hotel Restaurant Strike। શું ૬ મેના રોજ કેરળમાં ખાવાપીવાની તકલીફ પડશે? ગેસના ભાવ વધતા હોટલ માલિકોનું મોટું એલાન, આખા રાજ્યમાં હડતાળ

Kerala Hotel Restaurant Strike। કેરળ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન (KHRA) દ્વારા હડતાળનું એલાન કોમર્શિયલ સિલિન્ડરમાં 933 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાતા સંચાલકોમાં ભારે રોષ.

Kerala Hotel Restaurant Strike। શું ૬ મેના રોજ કેરળમાં ખાવાપીવાની તકલીફ પડશે? ગેસના ભાવ વધતા હોટલ માલિકોનું મોટું એલાન, આખા રાજ્યમાં હડતાળ

Kerala Hotel Restaurant Strike। શું ૬ મેના રોજ કેરળમાં ખાવાપીવાની તકલીફ પડશે? ગેસના ભાવ વધતા હોટલ માલિકોનું મોટું એલાન, આખા રાજ્યમાં હડતાળ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Kerala Hotel Restaurant Strike। દેશભરમાં 1 મેથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા તોતિંગ વધારાની સીધી અસર હવે હોટલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. કેરળમાં હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશને (KHRA) આ ભાવવધારા સામે બાંયો ચડાવી છે અને 6 મેના રોજ સમગ્ર રાજ્યમાં મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ હડતાળને કારણે કેરળમાં તમામ હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની દુકાનો બંધ રહેવાની શક્યતા છે, જેનાથી પ્રવાસીઓ અને સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 3000 રૂપિયાને પાર

નવા ભાવવધારા બાદ કેરળના મુખ્ય શહેરોમાં ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. તિરુવનંતપુરમમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 3106 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે કોચ્ચિમાં 3085 રૂપિયા અને કોઝિકોડમાં 3117 રૂપિયા પર પહોંચી છે. એસોસિએશનનું કહેવું છે કે એકસાથે 933 રૂપિયાનો વધારો થવાને કારણે નાના વેપારીઓ અને રસ્તા કિનારે નાસ્તાની લારી ચલાવતા લોકો માટે ધંધો ચલાવવો અશક્ય બની ગયો છે.

હોટલ ઉદ્યોગ પર ગંભીર આર્થિક સંકટ

મધ્ય-પૂર્વ (Middle-East) માં ચાલી રહેલા તણાવને કારણે તેલ અને ગેસના પુરવઠામાં પહેલેથી જ અવરોધ હતો, જેના કારણે હોટલ ઉદ્યોગ મુશ્કેલીમાં હતો. હવે ગેસના ભાવમાં થયેલા આ ‘ઝટકા’ એ ઉદ્યોગને વધુ સંકટમાં ધકેલી દીધો છે. ઉદ્યોગ સંગઠનોએ સરકારને તાત્કાલિક દખલગીરી કરવા અને વધેલા ભાવો પાછા ખેંચવા માંગ કરી છે. જો ભાવ ઓછા નહીં થાય, તો આગામી સમયમાં હોટલના જમવાના ભાવમાં પણ મોટો વધારો થવાની આશંકા છે.

ચૂંટણી પછીનું સૌથી મોટું આંદોલન

રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ પ્રથમ મોટું આંદોલન છે. KHRA મુજબ, આ માત્ર હોટલ માલિકોની લડાઈ નથી, પરંતુ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડતા બોજ વિરુદ્ધનો અવાજ છે. 6 મેના રોજ યોજાનારી આ હડતાળમાં રાજ્યભરના હજારો હોટલ સંચાલકો જોડાશે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર તેમની માંગણીઓ પ્રત્યે ઉદાસીન રહેશે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
New LPG Rules 2026| એલપીજી ગ્રાહકો સાવધાન તમારું ગેસ કનેક્શન થઈ શકે છે બંધ, સરકારના નવા નિયમો આજથી લાગુ

India Reaction Mecca Drone Attack મક્કા નજીક ડ્રોન હુમલા પર ભારતની આકરી પ્રતિક્રિયા કહ્યું ‘વિશ્વભરના મુસ્લિમોની આસ્થા અને પવિત્રતા સાથે ચેડાં અસ્વીકાર્ય’
Social Media Design Changes High Court Notice શું હવે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X ની ડિઝાઈન બદલાશે? વ્યસન વધારતા ફીચર્સ મુદ્દે હાઈકોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ!
Rahul Gandhi PM Modi UPI Tax Demand રાહુલ ગાંધી આક્રમક સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ કેમ? યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પરના ટેક્સ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો!
India Pakistan Warship Collision Action અરબી સમુદ્રમાં સામસામે આવી ગયા બે કટ્ટર હરીફ જાણો સુરક્ષિત અંતરના નિયમોનો ભંગ કરી પાકિસ્તાને કેવી રીતે સર્જી ખતરનાક પરિસ્થિતિ
Exit mobile version