News Continuous Bureau | Mumbai
દેશમાં કોરોના(Corona) બાદ હવે મંકીપોક્સનો(Monkeypox) પ્રકોપ ચિંતાનો વિષય બની રહ્યો છે.
કેરળમાં(Kerala) આજે એટલે કે સોમવારે મંકીપોક્સના બીજા કેસની(Monkeypox case) પુષ્ટિ થઈ છે.
વિદેશથી કેરળના કુન્નુર(Coonoor) પહોંચેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ(Positive) આવ્યો છે.
હાલમાં તેને પરિયારામ મેડિકલ કોલેજમાં(Pariyaram Medical College) દાખલ કરવામાં આવ્યો છે અને તેના સંપર્કમાં આવેલા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે.
નોંધનીય છે કે ગુરુવારે દેશમાં મંકીપોક્સનો પહેલો કેસ આવ્યા બાદ કેરળમાં કેન્દ્રની ટીમ મોકલવામાં આવી હતી.
