Site icon

Voter ID પરનો ફોટો નથી આવી રહ્યો પસંદ, ઓનલાઇન ચેન્જ કરવા આ સ્ટેપ કરો ફોલો

ઘણી વખત એવું જોવા મળે છે કે આપણા જૂના મતદાર આઈડીમાંનો ફોટો ક્લીયર નથી અથવા તે ફોટો અને આપણા ઓરિજનલ ચહેરામાં થોડો તફાવત છે. આવી સ્થિતિમાં, જો તમે વોટર આઈડી પર તમારો ફોટો બદલવા માંગો છો, તો તમે તે ખૂબ જ આસાનીથી ઓનલાઈન કરી શકો છો. મતદાર આઈડી અથવા ઈલેક્ટ્રોનિક ઈલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી (ઈ-એપિક) એ ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટમાનું એક છે.

Know how you can change voter id photo online

Voter ID પરનો ફોટો નથી આવી રહ્યો પસંદ, ઓનલાઇન ચેન્જ કરવા આ સ્ટેપ કરો ફોલો

News Continuous Bureau | Mumbai

મતદાર આઈડી અથવા ઈલેક્ટ્રોનિક ઈલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી (ઈ-એપિક) એ ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 18 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકોને મતદાર ID જારી કરવામાં આવે છે. આ મતદાર કાર્ડ દ્વારા ભારતીય નાગરિકો કોઈપણ લેવલની ચૂંટણીમાં મતદાન કરી શકે છે.

Join Our WhatsApp Community

વોટર આઈડી પર ફોટો પણ અપડેટ કરી શકાય છે

ઘણી વખત એવું જોવા મળે છે કે આપણા જૂના મતદાર આઈડીમાંનો ફોટો સ્પષ્ટ નથી અથવા તે ફોટો અને આપણા ઓરિજનલ ચહેરામાં થોડો તફાવત છે. આવી સ્થિતિમાં, જો તમે વોટર આઈડી પર તમારો ફોટો બદલવા માંગો છો, તો તમે તે ખૂબ જ સરળતાથી ઓનલાઈન કરી શકો છો.

વોટર આઈડી પર ફોટો બદલવાની ઓનલાઈન પ્રોસેસ શું છે?

પહેલું સ્ટેપ- મતદાર ID પર તમારો તાજેતરનો ફોટો અપડેટ કરવા માટે, તમારે સૌપ્રથમ તેની વેબસાઇટ દ્વારા નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર જવું પડશે. ત્યાં તમારે વોટર પોર્ટલના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

બીજું સ્ટેપ- બીજા સ્ટેપમાં તમારે વોટર આઈડીમાં કરેક્શનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમને વધુ સહાયતા માટે મતદાર મિત્ર ચેટબોટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.

ત્રીજું સ્ટેપ- હવે જો તમારી પાસે વોટર આઈડી નંબર હોય તો તેને એન્ટર કરો.

ચોથું સ્ટેપ- જો તમારી પાસે વોટર આઈડી નંબર ન હોય તો ‘ના, મારી પાસે વોટર આઈડી નંબર નથી, આ ઓપ્શન પર ક્લિક કરો.

આ સમાચાર પણ વાંચો : બાળક માટે આખી દુનિયા સાથે લડતી જોવા મળી રાની મુખર્જી, મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વેનું ટ્રેલર જોઈ તમે થઇ જશો ઈમોશનલ

પાંચમું સ્ટેપ- જો તમારી પાસે મતદાર ID નંબર નથી, તો તમારે આગામી પૃષ્ઠ પર મતદાર યાદીની વિગતો દાખલ કરવી પડશે. એકવાર તમે તમારી વિગતો ભરો તે પછી તે તમારી મતદાર ID વિગતોને સૂચિબદ્ધ કરશે. તમારે તે સૂચિમાંથી તમારું મતદાર ID પસંદ કરવું પડશે અને વિગતોની ચકાસણી કરવી પડશે. પછી તમને સુધારા માટે અરજી કરવાનું કારણ પૂછવામાં આવશે.

છઠ્ઠું સ્ટેપ- તેના આગલા પગલામાં, તમારે જે એન્ટ્રી સુધારવા માંગો છો તેના પર ટિક કરવું પડશે. આ પછી તમારે એન્ટ્રીની વિગતો દાખલ કરવી પડશે જેને તમે બદલવા અથવા અપડેટ કરવા માંગો છો. તમે આ પ્રોસેસ આધાર નંબર સાથે અથવા તેના વગર કરી શકો છો.

સાતમું સ્ટેપ- આગળના સ્ટેપમાં તમારે તમારો ફોટો મૂકીને સેવ એન્ડ કન્ટીન્યુના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. અંતિમ સ્ટેપમાં તમને ટિકિટ નંબર આપવામાં આવશે.

 

Nipah Virus: બંગાળ પર નિપાહનું સંકટ! ૨૫ વર્ષ જૂનો જીવલેણ વાયરસ પાછો ફર્યો, કેન્દ્રએ રાજ્યોને આપ્યું એલર્ટ; જાણો કેટલો ઘાતક છે આ વાયરસ.
Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Exit mobile version