Site icon News Continuous Bureau | Mumbai

DRDOની કોરોના માટેની 2-DG દવાની કિંમત જાહેર થઈ; જાણો શું છે દવાની કિંમત અને ખાસિયત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોના વાયરસથી પીડાતા દર્દીઓ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન – DRDO)એ 2-DG દવા બનાવી હતી, જેને ભારતના ઔષધિ મહાનિયંત્રક (ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા – DCGI) દ્વારા મંજૂરી મળી હતી. આ દવાની કિંમત આજે જાહેર કરવામાં આવી છે.

2-DG દવાના એક પાઉચની કિંમત ૯૯૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. સરકારી હૉસ્પિટલો, કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ દવા રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. DRDOએ કોરોનાની બીજી લહેરમાં ઝડપથી સંક્રમિત થતા કોરોનાના દર્દીઓમાં ઘટતા ઑક્સિજન લેવલને સારું કરવા માટે કોવિડ-૧૯ વિરોધી દવા 2-DG લૉન્ચ કરી હતી. આ દવાના લૉચિંગ સમયે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ હજાર રહ્યા હતા.

કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, ટૂંક સમયમાં દેશને મળશે કોરોનાની વધુ 4 વેક્સિન ; જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે દવા એક રીતે સૂડો ગ્લુકોઝ મોલેકલ છે, જે કોરોના વાયરસને વધતાં અટકાવે છે. આ દવા પાઉડર સ્વરૂપમાં છે, એને પાણીમાં ઘોળીને દર્દીને આપવી પડે છે. આ દવાને ગંભીર લક્ષણના દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

Former Judges Letter Vote Theft Row બંધારણીય સંસ્થાઓના સમર્થનમાં ન્યાયવિદો CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ પરના હુમલા સામે ૪૨ પૂર્વ જજોએ લખ્યો ઓપન લેટર
Murli Manohar Joshi Vote Theft Row ‘બંધારણનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ’ ભાજપના જ પીઢ નેતા મુરલી મનોહર જોષીના નિવેદનથી મોદી સરકાર ભીંસમાં
Rahul Gandhi Action Guarantee જંતરમંતરથી રાજઘાટ સુધી વિપક્ષનું શક્તિપ્રદર્શન! સંસદ સભ્યોની અટકાયત છતાં આંદોલન તેજ રાહુલ ગાંધી બોલ્યા ‘CEC એ રાજીનામું આપવું જ પડશે’
Opposition MPs Rajghat Protest ધરણાં માટે રાજઘાટ જઈ રહ્યા છે વિપક્ષી સાંસદો ખડગેના ભાજપ પર આકરા પ્રહાર ‘બાપુએ આઝાદી અપાવી, ભાજપ છીનવી રહ્યું છે’
Exit mobile version