Site icon

Lakshadweep: શું તમે પણ લક્ષદ્વીપ જવાની કરી રહ્યા છો તૈયારી… તો જાણો અહીં શું છે નિયમો, કેટલો થશે ખર્ચ..

Lakshadweep: જો તમે પણ લક્ષદ્વીપ જવાનું વિચારી રહ્યા છો, તો તમારે અહીંના નિયમો, પરમિટ અને કુલ ખર્ચ વિશે વિગતવાર જાણવું જોઈએ. આ ઉપરાંત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પણ ધ્યાનપૂર્વક અવલોકન કરવું જોઈએ…

Lakshadweep Are you also preparing to go to Lakshadweep... So know here what are the rules, how much will be the cost.

Lakshadweep Are you also preparing to go to Lakshadweep... So know here what are the rules, how much will be the cost.

News Continuous Bureau | Mumbai

Lakshadweep: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ( Narendra Modi ) લક્ષદ્વીપના શાંતિપૂર્ણ દ્વીપસમૂહની તાજેતરની મુલાકાતે ભારતમાં વિશેષ રસ પેદા કર્યો છે. લક્ષદ્વીપ પ્રવાસને લઈને ટુરિસમ સેક્ટર ( Tourism sector ) પણ ખૂબ સક્રિય બન્યું છે. ઘણી ટ્રાવેલ કંપનીઓ અને એરલાઈન્સે પણ ઓફર્સ આપવાનું શરૂ કરી દીધું છે.

Join Our WhatsApp Community

જો તમે પણ લક્ષદ્વીપ ( Lakshadweep tour ) જવાનું વિચારી રહ્યા છો, તો તમારે અહીંના નિયમો, પરમિટ અને કુલ ખર્ચ ( expense )  વિશે વિગતવાર જાણવું જોઈએ. આ ઉપરાંત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ( guidelines ) પણ ધ્યાનપૂર્વક અવલોકન કરવું જોઈએ. જો તમે લક્ષદ્વીપ જઈ રહ્યા છો અને તમારી પાસે પરમિટ નથી, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

નોંધનીય છે કે, 1967 માં, લક્ષદ્વીપ, મિનિકોય અને અમિન્દિવી ટાપુઓ ( islands ) માટે કેટલાક નિયમો અને શરતો બનાવવામાં આવ્યા હતા. આ અંતર્ગત જે લોકો આ સ્થળોએ નથી રહેતા તેમણે પ્રવેશ અને રહેવા માટે પરમિટ લેવી પડશે. જો કે, સરકારી અધિકારીઓ, સૈનિકો અને તેમના પરિવારોને ટાપુની મુલાકાત લેવા અથવા અહીં કામ કરવા માટે પરમિટની જરૂર નથી રહેતી. બીજી તરફ, લક્ષદ્વીપ સહિત ભારતમાં પ્રવેશવા માટે વિદેશી પ્રવાસીઓ માટે માન્ય પાસપોર્ટ અને ભારતીય વિઝા હોવો ફરજિયાત છે.

 શું છે પરમિટના નિયમો…

પ્રાપ્ત માહિતી મુજબ, લક્ષદ્વીપ ટ્રાવેલની ( Lakshadweep Travel ) અધિકૃત વેબસાઈટ અનુસાર, પૂર્વ પરવાનગીનો હેતુ સ્વદેશી અનુસૂચિત જનજાતિને સુરક્ષિત કરવાનો છે, જેઓ પ્રદેશની લગભગ 95 ટકા વસ્તી ધરાવે છે. 1967 ના નિયમો મુજબ, એન્ટ્રી પરમિટ ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે (લક્ષદ્વીપ પરમિટ ફોર્મ) અને તે એડમિનિસ્ટ્રેટરને સબમિટ કરવું જરૂરી રહેશે. જેમાં અરજી ફી રૂ. 50 પ્રતિ અરજદાર રહેશે, આમાં 12 થી 18 વર્ષની વયના બાળકો માટે રૂ. 100 અને 18 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે રૂ. 200નો વધારાનો ચાર્જ સામેલ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Weather Update : હવામાન વિભાગની મોટી આગાહી.. દેશના આ રાજ્યમાં આગામી 48 કલાક સુધી કમોસમી ઝરમર વરસાદ રહેશે યથાવત.

ભારતમાં અન્ય સ્થળોએથી આવતા લોકોએ પણ તેમના સંબંધિત જિલ્લાના પોલીસ કમિશનર પાસેથી પોલીસ ક્લિયરન્સ પ્રમાણપત્ર મેળવવું પડશે. આ ઉપરાંત, અરજદારોએ ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે તેમના ID કાર્ડની સ્વ-પ્રમાણિત ફોટોકોપી પણ પ્રદાન કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસ અને માલદીવના બહિષ્કારનો મુદ્દો ઉઠાવ્યા બાદ હવે ઘણા લોકો લક્ષદ્વીપ જવા માટે રસ દાખવી રહ્યા છે. એક ટ્રાવેલ કંપની જણાવ્યા અનુસાર, દિલ્હીથી લક્ષદ્વીપ (દિલ્હી-લક્ષદ્વીપ ટૂર પેકેજ) 5 દિવસ અને ચાર રાત માટે જવાનો ખર્ચ લગભગ 25 થી 50 હજાર રૂપિયા છે. જોકે તેનું પ્રારંભિક ટૂર પેકેજ 20 હજાર રૂપિયાનું છે. લક્ષદ્વીપ જવા માટે, તમારે કોચીના અગાટી એરપોર્ટ માટે ટિકિટ બુક કરવી પડશે. લક્ષદ્વીપ જવા માટે કોચી એકમાત્ર એરપોર્ટ છે. અગાટી ટાપુ પહોંચ્યા પછી, તમે બોટ અથવા હેલિકોપ્ટર દ્વારા લક્ષદ્વીપ જઈ શકો છો.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Exit mobile version