Site icon

Lal Krishna Advani : ‘ભારત રત્ન’ની જાહેરાત પર લાલકૃષ્ણ અડવાણીની આવી પહેલી પ્રતિક્રિયા, આપ્યું આવું રિકેશન; જુઓ વિડિયો, જાણો શું કહ્યું..

Lal Krishna Advani : કેન્દ્રની મોદી સરકારે ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આ જાણકારી ખુદ પીએમ મોદીએ આપી હતી. લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત થયાના સમાચાર મળતા જ તેઓ ભાવુક થઈ ગયા હતા. લાલ કૃષ્ણ અડવાણીની પહેલી ઝલક સામે આવી છે, જેમાં તેઓ હાથ જોડીને લોકો અને મીડિયાનું અભિવાદન કરતા જોવા મળે છે.

Lal Krishna Advani 'Honour for me, my ideas and principles,’ says LK Advani on Bharat Ratna

Lal Krishna Advani 'Honour for me, my ideas and principles,’ says LK Advani on Bharat Ratna

News Continuous Bureau | Mumbai 

Lal Krishna Advani : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (3 ફેબ્રુઆરી) ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. હવે આ અંગે પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મારા માટે માત્ર એક વ્યક્તિ તરીકે જ નહીં, પરંતુ આદર્શો અને સિદ્ધાંતો માટે પણ સન્માન છે જેને મેં અનુસરવાનો પ્રયાસ કર્યો.

Join Our WhatsApp Community

આદર્શો અને સિદ્ધાંતો માટે પણ સન્માન

પોતાના સત્તાવાર નિવેદનમાં અડવાણીએ લખ્યું કે, અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે હું ‘ભારત રત્ન’ સ્વીકારું છું. આ માત્ર એક વ્યક્તિ તરીકે મારા માટે એક સન્માન નથી, પરંતુ તે આદર્શો અને સિદ્ધાંતો માટે પણ સન્માન છે જેના દ્વારા મેં મારું જીવન જીવ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારથી હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે તેના સ્વયંસેવક તરીકે જોડાયો છું. ત્યારથી, જીવનમાં મને જે પણ કાર્ય સોંપવામાં આવ્યું છે, તે મેં નિઃસ્વાર્થપણે કર્યું છે.

‘રામ મંદિરના નિર્માણની હિમાયત’

1990માં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની હિમાયત કરીને પોતાની રથયાત્રા દ્વારા પક્ષને રાષ્ટ્રીય ખ્યાતિ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર લાલ કૃષ્ણ અડવાણીને આજે ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે ફોન પર પણ વાત કરી અને તેમને આ સન્માનથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આ દરમિયાન પીએમ મોદીએ ભારતના વિકાસમાં લાલ કૃષ્ણ અડવાણીની ભૂમિકા પર ભાર મૂક્યો અને તેમને દેશના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક ગણાવ્યા.

આ સમાચાર પણ વાંચો :  Mount Everest : માઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી કેવો દેખાય છે નજારો? જો તમે 360 ડિગ્રી કેમેરા વ્યૂ જોશો તો તમે ચોંકી જશો.. જુઓ મનમોહક વીડિયો..

1951માં જનસંઘમાં જોડાયા

લાલકૃષ્ણ અડવાણીનો જન્મ કરાચીમાં થયો હતો. ભાગલા પછી તેઓ ભારત આવ્યા અને બોમ્બે (મુંબઈ)માં રહેવા લાગ્યા. તેઓ 1941માં ચૌદ વર્ષની ઉંમરે આરએસએસના સભ્ય બન્યા હતા. 1951 માં, લાલ કૃષ્ણ અડવાણી ભાજપના આઇકન શ્યામા પ્રસાદ મુખર્જીના ભારતીય જનસંઘમાં જોડાયા. લાલકૃષ્ણ અડવાણીએ રામમંદિર આંદોલન દ્વારા દેશની રાજનીતિ બદલી નાખી હતી. ભાજપના દિગ્ગજ નેતા અડવાણીએ 1990માં રામ મંદિર આંદોલન શરૂ કર્યું હતું. તેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની માંગ સાથે સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી. તેમની રથયાત્રાએ દેશની રાજનીતિ બદલી નાખી હતી. 1992નું અયોધ્યા રામ મંદિર આંદોલન તેમના નેતૃત્વમાં થયું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
NIA raids: દેશભરમાં NIAની કાર્યવાહી: અલ-કાયદા સાથે જોડાયેલા લોકોની ધરપકડ, ૫ રાજ્યોમાં દરોડાથી હડકંપ.
Red Fort Blast: ઇન્ટરનેશનલ કાવતરું: તુર્કીમાં મીટિંગ, લાલ કિલ્લા પર બ્લાસ્ટનો પ્લાન! ‘આતંકવાદી ડૉક્ટરો’એ આ ખાસ App દ્વારા ઘડી ખતરનાક રણનીતિ.
Exit mobile version