Site icon

Land For Job Scam: નોકરીના બદલે જમીન કૌંભાડ કેસમાં લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી.. ED એ નવી ચાર્જશીટ કરી ફાઈલ.. જાણો વિગતે..

Land For Job Scam: EDએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં નોકરીના બદલે જમીન મામલે ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે અને વધુ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

Land For Job Scam Lalu family's problems increased in land scam case instead of job.. ED filed a new charge sheet..

Land For Job Scam Lalu family's problems increased in land scam case instead of job.. ED filed a new charge sheet..

News Continuous Bureau | Mumbai

Land For Job Scam: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ  ( ED ) એ આજે (09 જાન્યુઆરી) દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં નોકરીના બદલે જમીન મામલે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં બિહારના ( Bihar ) પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી ( rabri devi ) , મીસા ભારતી, હિમા યાદવ, હૃદયાનંદ ચૌધરી અને અમિત કાત્યાલના નામ સામેલ છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, ઇડીએ ચાર્જશીટમાં બે કંપનીઓને પણ આરોપી બનાવ્યા છે. રાઉઝ એવન્યુ કોર્ટ ( Rouse Avenue Court ) 16 જાન્યુઆરીના રોજ ચાર્જશીટને સંજ્ઞાન લેવા પર કેસની સુનાવણી કરશે. આ કેસમાં EDની આ પહેલી ચાર્જશીટ ( charge sheet ) છે જ્યારે CBI અગાઉ 3 ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. EDએ કોર્ટને જણાવ્યું હતું કે રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ અને હૃદયાનંદ ચૌધરીની આ મામલામાં ધરપકડ કરવામાં આવી નથી.

શું છે આ મામલો…

પ્રાપ્ત માહિતી મુજબ, EDએ કોર્ટને એમ પણ જણાવ્યું કે આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે અને વધુ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી શકે છે. હાલમાં જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે 4751 પાનાની છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સાથે કથિત રીતે સંકળાયેલા અમિત કાત્યાલને નોકરીના બદલે જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં તપાસ એજન્સીએ અટકાયતમાં લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : Goa: AI કંપનીના CEO એ કરી પોતાના ચાર વર્ષના પુત્રની ઠંડે કલેજે કરી હત્યા.. ત્યાર બાદ આ રીતે ભાંડો ફૂટ્યો.. જાણો વિગતે..

ED અનુસાર, આ કથિત કૌભાંડ ત્યારે થયું હતું જ્યારે કેન્દ્રમાં UPA-1ની સરકાર હતી અને લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. આરોપો લાગ્યા બાદ એ વાત સામે આવી છે કે 2004 થી 2009 વચ્ચે લાલુ પ્રસાદ યાદવના પરિવાર અને તેમના સહયોગીઓને આપવામાં આવેલી જમીનના બદલામાં ભારતીય રેલ્વેના અલગ-અલગ વિસ્તારોમાં ગ્રુપ-ડીની પોસ્ટ પર ઘણા લોકોની નિમણૂક કરવામાં આવી હતી.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રારંભિક ફરિયાદ બાદ EDએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ કેસની તપાસ શરૂ કરી હતી.

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Illegal Egg Donation: ગેરકાયદે એગ ડોનેશન રેકેટનો પર્દાફાશ: બદલાપુરમાં ૨૦થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓ બની શિકાર; હોર્મોનલ ઇન્જેક્શન આપી થતું હતું શોષણ.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Exit mobile version