Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય કાયદા મંત્રીએ જજની નિમણૂક પર વ્યક્ત કર્યો અફસોસ- કહી આ મોટી વાત 

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ(Union Law Minister Kiran Rijiju) કહ્યું છે કે, ન્યાયાધીશોની નિમણૂક(appointment of judges) માટેની કોલેજિયમ સિસ્ટમથી(collegium system) દેશના લોકો ખુશ નથી. તેમણે કહ્યું કે, બંધારણની(Constitution) આત્મા અનુસાર ન્યાયાધીશોની નિમણૂંક કરવાની જવાબદારી કોલેજિયમ સરકારની છે. અમદાવાદમાં(Ahmedabad) એક કાર્યક્રમમાં કિરણ રિજિજુએ કહ્યું કે, તેમને અહેસાસ થયો છે કે ન્યાયાધીશો અડધો સમય નિમણૂંક કરવાની ગૂંચવણોમાં વ્યસ્ત રહે છે. જેના કારણે ન્યાય અપાવવાની તેમની મુખ્ય જવાબદારી પ્રભાવિત થાય છે. 

Join Our WhatsApp Channel

કાયદા મંત્રી કિરણ રજિજૂ આ પહેલા પણ કોલેજીયમ સિસ્ટમ પર વાંધો અને સવાલ ઉઠાવી ચૂક્યા છે. ગત મહીને તેમણે ઉદયપુરમાં કહ્યું હતું કે, ઉચ્ચ ન્યાયતંત્રમાં નિમણૂંકોની કોલેજિયમ સિસ્ટમની પુનઃવિચારણા કરવાની જરૂર છે. આપને જણાવી દઇએ કે કોલેજીયમ સિસ્ટમ દ્વારા સુપ્રીમ કોર્ટ(Supreme Court) અને દેશના હાઇ કોર્ટમાં જજની નિમણૂંક કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમના અધ્યક્ષ ભારતના ચીફ જસ્ટિસ(Chief Justice of India) હોય છે અને તેમાં અન્ય ૪ વરિષ્ઠ જજ પણ સામેલ હોય છે. 

આ સમાચાર પણ વાંચો :  દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને મળ્યા નવા અધ્યક્ષ- આખરે 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના આ વ્યક્તિના હાથમાં આવ્યું સુકાન

જજાેની નિયુક્તિ અંગેની પ્રક્રિયા સાથે સંબંધિત એક સવાલનો જવાબ આપતા કિરેન રિજિજુએ કહ્યું કે ૧૯૯૩ સુધી ભારતમાં તમામ ન્યાયાધીશોની નિમણૂંક કાયદા મંત્રાલય(Ministry of Law) દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કરીને કરવામાં આવતી હતી. ત્યારે આપણી પાસે પ્રતિષ્ઠિત ન્યાયાધીશ હતા. કિરણ રિજિજુએ કહ્યું કે, જજાેની નિમણૂકને લઈને બંધારણમાં સ્પષ્ટ જાેગવાઈ છે. બંધારણ કહે છે કે ભારતના રાષ્ટ્રપતિ ન્યાયાધીશોની નિમણૂંક કરશે. આનો અર્થ એ થયો કે કાયદા મંત્રાલય ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને ન્યાયાધીશોની નિમણૂંક કરશે. કાયદા મંત્રીએ કહ્યું કે, ૧૯૯૩માં સુપ્રીમ કોર્ટે પરામર્શને સંમતિ તરીકે વ્યાખ્યાયિત કર્યો હતો. અન્ય કોઈપણ ક્ષેત્રમાં પરામર્શને સંમતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવતી નથી, તેના બદલે ન્યાયિક નિમણૂંકોમાં આમ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ન્યાયતંત્રએ ૧૯૯૮માં કોલેજિયમ સિસ્ટમનો વિસ્તાર કર્યો હતો. જાે કે સરકાર કોલેજિયમની ભલામણોના સંદર્ભમાં વાંધો ઉઠાવી શકે છે અથવા સ્પષ્ટતા માંગી શકે છે, પરંતુ જાે આ પાંચ સભ્યોની કોલેજિયમો સમાન નામો ફરી રીપીટ કરે છે તો સરકાર આ નામોને મંજૂરી આપવા માટે બંધાયેલી છે. 

કિરેન રિજિજુએ કહ્યું કે, હું જાણું છું કે જજાેની નિમણૂકની કોલેજિયમ સિસ્ટમથી દેશના લોકો ખુશ નથી. જાે આપણે બંધારણની આત્મા અનુસાર ચાલીએ તો ન્યાયાધીશોની નિમણૂંક કરવી સરકારનું કામ છે. બીજું, ભારત સિવાય દુનિયામાં ક્યાંય એવો નિયમ નથી કે ન્યાયાધીશો પોતાના ભાઈઓને જજ તરીકે નિયુક્ત કરે છે. કાયદા મંત્રીએ કહ્યું કે ન્યાયાધીશોની પસંદગી માટે પરામર્શની પ્રક્રિયા એટલી જટિલ છે કે, મને એ કહેતા અફસોસ થાય છે કે તેનાથી જૂથવાદનો વિકાસ થાય છે. લોકો નેતાઓમાં રાજકારણ જોઈ શકે છે પરંતુ ન્યાયતંત્રની અંદર ચાલી રહેલી રાજનીતિને જાણતા નથી. કાયદા મંત્રીએ કહ્યું કે, એક ન્યાયાધીશ માત્ર ત્યારે જ ટીકાથી બાદ રહેશે જાે તે અન્ય ન્યાયાધીશની પસંદગી માં સામેલ ન હોય. પરંતુ જાે તે વહીવટી કાર્યમાં સામેલ હોય, તો તે ટીકાઓથી ઉપર નથી. એક પ્રશ્નના જવાબમાં કિરેન રિજિજુએ કહ્યું કે, ઘણા ન્યાયાધીશો એવી ટિપ્પણીઓ કરે છે જે ક્યારેય ચુકાદાનો ભાગ બનતી નથી. ન્યાયાધીશો સાથેની મારી ચર્ચા દરમિયાન મેં તેમને આનાથી દૂર રહેવા વિનંતી કરી છે, ખાસ કરીને જ્યારે કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ થતું હોય ત્યારે.

આ સમાચાર પણ વાંચો :  તો હવે માત્ર 1 વર્ષ બાદ પણ કર્મચારીઓને ગ્રેચ્યુટી મળશે- નવો લેબર કોડ લાગૂ કરવાની સરકારની તૈયારી

 

Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Rahul Gandhi Detained દિલ્હીના રસ્તાઓ પર જબરદસ્ત ઘમાસાણ! રાહુલ ગાંધીની અટકાયત થતાં જ કાર્યકરો ભડક્યા પોલીસ અને નેતાઓ આમનેસામને
Opposition Protest Jantar Mantar કાલે 8 કલાક ધરણાં, આજે જંતરમંતર કૂચ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે નીકળ્યા વિપક્ષી નેતાઓ
UP BJP Internal Turmoil રાજ્યસભાની ટિકિટની વહેંચણી બાદ UP ભાજપમાં મોટો ઘમસાણ? કૌશલ કિશોર બાદ હવે ધર્મેન્દ્ર કશ્યપનું ‘ટાટાબાયબાય’
Exit mobile version