Site icon

26/11 મુંબઈ હુમલાની 14મી વરસી. અનેક હસ્તીઓએ શ્રદ્ધાંજલિ અને સંદેશા પાઠવ્યા.  પરંતુ શું આજે સુરક્ષિત છે મુંબઈ શહેર? 

   News Continuous Bureau | Mumbai

2008માં આ દિવસે સશસ્ત્ર આતંકવાદીઓએ મુંબઈ (Mumbai) માં એક ડઝન સ્થળો પર હુમલો કર્યો હતો. હુમલા (Terror Attack) માં ઓછામાં ઓછા 166 લોકો માર્યા ગયા અને 300થી વધુ ઘાયલ થયા.

આ પ્રસંગે અનેક હસ્તીઓએ શોક સંદેશા પાઠવ્યા છે.  ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ  સંવેદનશીલ સંદેશો પાઠવ્યો છે. 

 

પીડિતોને યાદ કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર કહ્યું છે કે , “આતંકવાદ માનવતા માટે ખતરો છે. આજે, 26/11ના રોજ, વિશ્વ તેના પીડિતોને યાદ કરતા ભારત સાથે જોડાય છે. જેમણે આ હુમલાનું આયોજન કર્યું હતું અને તેની દેખરેખ રાખી હતી તેઓને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. અમે વિશ્વભરના આતંકવાદના દરેક પીડિત માટે આના ઋણી છીએ.”

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે 14 વર્ષ પહેલાં આ દિવસે મહાનગર પર હુમલો કરનારા આતંકવાદીઓ સામે લડતી વખતે તેમના જીવનની આહુતિ આપનારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓએ દક્ષિણ મુંબઈમાં પોલીસ કમિશનર ઑફિસના પરિસરમાં શહીદોના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જ્યાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પ્રધાન દીપક કેસરકર, મુખ્ય સચિવ મનુ કુમાર શ્રીવાસ્તવ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રજનીશ સેઠ, મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  26/11 મુંબઈ હુમલાની 14મી વરસી. અનેક હસ્તીઓએ શ્રદ્ધાંજલિ અને સંદેશા પાઠવ્યા. પરંતુ શું આજે સુરક્ષિત છે મુંબઈ શહેર?

શું આજે મુંબઇ સુરક્ષિત છે ?

મુંબઈ શહેર પર આતંકવાદી હુમલાનો ભય હર હંમેશ રહેલો છે. આનું કારણ એ છે કે મુંબઈ શહેર એ આંતરરાષ્ટ્રીય દરજ્જાનું શહેર છે તેમ જ ભારત દેશની આર્થિક રાજધાની છે. જેને દેશ બહારના તત્વો નુકસાન પહોંચાડવા માંગે છે. મુંબઈ શહેર ના પોલીસ મુખ્યાલય ને દર બે કે ત્રણ મહિના પછી ધમકીના ફોન આવતા હોય છે. જોકે પહેલા અને આજની પરિસ્થિતિમાં ઘણો તફાવત છે. હવે પોલીસ ફોર્સને સુરક્ષા યંત્રણા પાસે પહેલાં કરતાં બહેતર સાધનો છે તેમજ પોલીસ વિભાગ વધુ સજ્જ છે.

ચિંતાની વાત એ છે કે ભારત ના પાડોશી દેશો જે આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન બની ગયા છે તેમની મેલી મુરાદ ને કારણે મુંબઈ શહેર પર હંમેશા ખતરો મંડરાયો છે.

Exit mobile version