ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
આશરે ૭૦ વર્ષ પછી ભારત દેશમાં ચિત્તાનું આગમન થશે. ૧૯૫૨માં છત્તીસગઢ વિસ્તારમાં ભારત દેશનો છેલ્લો ચિત્તો મૃત્યુ પામ્યો. આની સાથે જ ભારતમાં ચિત્તાનું અસ્તિત્વ હંમેશ માટે ખતમ થઈ ગયું. હવે આફ્રિકા ભારતની મદદે આવ્યું છે. આફ્રિકાથી ભારતમાં પાંચ નર તેમ જ ત્રણ માદા એમ કુલ મળીને આઠ ચિત્તા લાવવામાં આવશે. મધ્ય પ્રદેશના કુનો નૅશનલ પાર્કમાં તેમને છૂટા મૂકવામાં આવશે. આ સંદર્ભે આફ્રિકાના વનવિભાગના અધિકારીઓ ભારતની મુલાકાત લઈને પરત આફ્રિકા ચાલી ગયા છે.
જો આ યોજના અમલમાં આવશે અને ચિત્તા ભારતની ભૂમિને અપનાવશે તો ભારતમાં ફરી એક વખત ચિત્તાની પ્રજાતિ પેદા થશે.
