Site icon

વૃદ્ધાવસ્થાની નો ટેન્શન – આ સરકારી યોજનામાં કરો રોકાણ-દર મહિને મળશે 9 હજાર રૂપિયા પેન્શન

News Continuous Bureau | Mumbai

 Modi Government PMVVY Scheme: મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી વય વંદના યોજના (Pradhan Mantri Vaya Vandana Yojana) ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત માસિક પેન્શનની(monthly pension) ગેરન્ટી આપવામાં આવે છે. આ યોજના મોદી સરકારે 26 મે 2020ના રોજ શરૂ કરી હતી. આ યોજનાનો ભાગ બનવા માટે 31 માર્ચ, 2023 સુધી રોકાણ કરી શકાય છે. આ યોજનામાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માસિક અથવા વાર્ષિક પેન્શન પ્લાન પસંદ કરી શકે છે. ચાલો સંપૂર્ણ યોજના વિશે જાણીએ.વય વંદના યોજના શું છે ?પ્રધાનમંત્રી વય વંદના યોજના એક સામાજિક સુરક્ષા યોજના (Social Security Scheme) છે. જે અંતર્ગત લાભાર્થીને માસિક પેન્શન મળશે. આ યોજના ભારત સરકાર દ્વારા લાવવામાં આવી છે, જ્યારે આ યોજનાનું સંચાલન ભારતીય જીવન વીમા નિગમ(Life Insurance Corporation of India ) (LIC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. 60 વર્ષની વય વટાવી ચૂકેલા લોકો વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. અગાઉ રોકાણની મર્યાદા 7.5 લાખ રૂપિયા હતી, જે હવે બમણી કરવામાં આવી છે. અન્ય યોજનાઓની તુલનામાં આ સ્કીમમાં સીનિયર સિટીઝનને વધુ વ્યાજ મળે છે. તમને જણાવી દઈએ કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો આ પેન્શન પ્લાન પસંદ કરી શકે છે.આવી રીતે મળશે 9250 ની મંથલી પેન્શનજો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગો છો, તો તમારે પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સ્કીમ હેઠળ તમને વાર્ષિક 7.40 ટકા વ્યાજ પણ મળશે. તે મુજબ રોકાણ પર વાર્ષિક વ્યાજ 1,11,000 રૂપિયા હશે. જો તેને 12 મહિનામાં વહેંચવામાં આવે તો 9,250 રૂપિયાની રકમ બને છે, જે તમને માસિક પેન્શન તરીકે મળશે. જો તમે આ સ્કીમમાં 1000 રૂપિયાનું માસિક પેન્શન લેવા માંગો છો, તો તમારે 1 લાખ 50 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.10 વર્ષમાં સંપૂર્ણ રકમ પરતઆ યોજના 10 વર્ષ માટે છે. તમારા જમા રૂપિયા પર માસિક પેન્શન મળતું રહેશે. જો તમે 10 વર્ષ સુધી સ્કીમમાં રહેશો, તો 10 વર્ષ પછી તમારા રોકાણ કરેલા રૂપિયા તમને પરત કરવામાં આવશે. તમે કોઈપણ સમયે આ સ્કીમ સરન્ડર કરી શકો છો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : એક મંચ પર હશે ભારત-પાકિસ્તાનના PM- SCO સમિટ પર આખી દુનિયાની નજર- આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version