Site icon

શું તમને ખબર છે આજે ૬૦ ટકા દેશ પૂરી રીતે બંધ છે? જાણો આખા દેશ માં આજે કઈ કઈ જગ્યાએ લોકડાઉન ચાલુ છે.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ, 17 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શનિવાર.

    ભારતમાં કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતા વધારે તેજ છે અને આની અસર દેશના મોટાભાગમાં જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર ભારતમાં વધતા કોરોના સંક્રમણને લઈને દેશના 57 ટકા ભાગમાં કોઈને કોઈ રીતના પ્રતિબંધ લાગું છે.

     આ સમયે દેશના 15 વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોઈને કોઈ રીતના પ્રતિબંધ લાગું છે. મોટાભાગના હિસ્સાઓમાં સપ્તાહિક કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. દેશના 57 ટકા ભાગોમાં લોકડાઉન જેવી સ્થિતિ નિર્માણ થઇ ગઈ છે. મહારાષ્ટ્રમાં પણ બધા જિલ્લાઓમાં 15 દિવસનું લોકડાઉન લગાવ્યું છે. છત્તીસગઢમાં આ પ્રતિબંધ વીસ જિલ્લાઓમાં સીમિત છે, જ્યારે મધ્ય પ્રદેશમાં 15 જિલ્લાઓમાં કર્ફ્યુ છે. દિલ્હી, ચંદીગઢ, રાજસ્થાન અને ઓરિસ્સાના દસ શહેરી જિલ્લાઓમાં પણ સાપ્તાહિક કર્ફ્યૂ લાગું છે. દેશના સેંકડો જિલ્લાઓમાં રાત્રી કરફ્યુ અમલમાં મુકાયો છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, બિહાર અને ચંદીગઢ રાત્રી કર્ફયુ લગાડી દેવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીમાં તો આજથી સોમવાર સુધી જડબેસલાક બંધ થઈ ગયું છે. કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, જમ્મૂ  કાશ્મીર અને ઓરિસ્સાના શહેરી ક્ષેત્રોમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે. તે ઉપરાંત જે જિલ્લાઓમા વધારે કેસ આવી રહ્યાં છે, ત્યાં પણ રાત્રિ કર્ફ્યૂ રહેશે.

ગંગા મૈલી હો ગઇ!! આગામી ૧૫ દિવસ સુધી ગંગા માં ન ન્હાવ તે જ સારું. પાણીમાં કોરોના વાયરસ નો ખતરો વધી ગયો છે…

     ઉલ્લેખનીય છે કે, શનિવારે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણથી 1341 લોકોના મોત થયા છે. આ એક દિવસમાં કોરોના સંક્રમણથી થનાર મોતનો નવો રેકોર્ડ છે. ગઈકાલે એટલે શુક્રવારે 1340 લોકોના મોત થયા હતા.

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version