Site icon

Liquor Prohibition Law : ભાજપ સરકારે આ રાજ્યમાંથી 30 વર્ષ જૂનો દારૂબંધીનો કાયદો કર્યો રદ, તેથી હવે બિહારમાં પણ થવા લાગી માંગ..

Liquor Prohibition Law : દારૂબંધી એક સંવેદનશીલ વિષય છે, આપણાં ગુજરાતમાં પણ દાયકાઓથી દારૂબંધી લાગુ છે. થોડા વર્ષ પહેલા બિહારમાં પણ દારૂબંધી લાગુ કરવામાં આવી છે. જો કે હવે નોર્થ-ઈસ્ટના રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે દારૂબંધીનો કાયદો ખતમ કરી દીધો છે..

Liquor Prohibition Law The BJP government revoked the 30-year-old liquor ban law from this state, so now the demand has started in Bihar too.

Liquor Prohibition Law The BJP government revoked the 30-year-old liquor ban law from this state, so now the demand has started in Bihar too.

News Continuous Bureau | Mumbai

Liquor Prohibition Law : દારૂબંધી ( Liquor Ban ) એક સંવેદનશીલ વિષય છે, આપણાં ગુજરાત ( Gujarat ) માં પણ દાયકાઓથી દારૂબંધી લાગુ છે. થોડા વર્ષ પહેલા બિહાર ( Bihar ) માં પણ દારૂબંધી લાગુ કરવામાં આવી છે. જોકે દારૂ એક એવો વિષય છે જેમાં સરકારે સમજી વિચારીને નિર્ણય કરવો પડે છે. બિહારમાં ગુજરાતની જેમ જ દારૂબંધી તો લાગુ કરી દેવાઈ પણ જ્યારથી કાયદો આવ્યો છે. ત્યારથી જ સરકાર સામે અનેક વાર સવાલો ઊભા થયા છે. આટલું જ નહીં કોઈ પણ સરકાર માટે દારૂ પર લાગતાં ટેક્સથી થતી આવક ખૂબ મહત્વપૂર્ણ હોય છે.

Join Our WhatsApp Community

નોર્થ-ઈસ્ટના રાજ્ય મણિપુર ( Manipur ) માં ભારતીય જનતા પાર્ટી ( BJP )  ની સરકારે દારૂબંધીનો કાયદો ખતમ કરી દીધો છે. મણિપુરમાં છેલ્લા 30 વર્ષથી દારૂ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે હવે રાજ્ય સરકારની કેબિનેટ દ્વારા દારૂબંધી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની ( State Govt ) આવક વધારવા તથા ઝેરી દારૂ વેચાતો રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી મણિપુરમ દારૂનું નિર્માણ, ઉત્પાદન, નિકાસ, આયાત, પરિવહન, ખરીદી, વેચાણ અને પી શકાશે.

આ નિર્ણય જોયા બાદ હવે બિહારમાં પણ દારૂબંધી હટાવવા માટેની માંગ ઊભી થઈ…

નોંધનીય છે કે આ પહેલા સરકારે સપ્ટેમ્બર 2022માં આંશિક રૂપે દારૂબંધી પરથી પ્રતિબંધ હટાવ્યો હતો. જેમાં એવો નિયમ લાવવામાં આવ્યો હતો કે 20થી વધુ બેડ ધરાવતી હોટલોમાં દારૂ આપી શકાશે.

આ સમાચાર પણ વાંચો : IMD Weather Update: હવામાન વિભાગની મોટી આગાહી! દિલ્હી સહિત 19 રાજ્યોમાં ગાજવીજ સાથેેેેેેેેે ભારે વરસાદની શક્યતા..

જોકે મણિપુરનો આ નિર્ણય જોયા બાદ હવે બિહારમાં પણ દારૂબંધી હટાવવા માટેની માંગ ઊભી થઈ ગઈ છે. CIABC એ બિહાર સરકારને માંગ કરી છે કે બિહારમાં પણ દારૂ ( liquor ) પર પૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ નહીં. CIABC ના વિનોદ ગિરિએ કહ્યું કે મણિપુરની સરકારે એક પોઝિટિવ નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્ય સરકારને 700 કરોડથી વધુની આવક પણ થશે અને સાથ સાથે ઝેરી દારૂ વેચાતો બંધ થઈ જશે.

આ મામલે બિહાર સરકારના મંત્રી સુનિલ જવાબ આપ્યો કે દારૂબંધી કરવી એક નીતિગત નિર્ણય હતો જેને પાછો લઈ શકાય નહીં.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version