ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
લોકસભાની કાર્યવાહી 14 માર્ચ સાંજે 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી અને આ રીતે નીચલા ગૃહમાં બજેટ સત્રનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે.
બજેટ સત્રના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા માટે ફાળવવામાં આવેલા 12 કલાકને બદલે, ગૃહે 15 કલાક 13 મિનિટની ચર્ચા થઇ
આ ચર્ચામાં 60 સભ્યોએ ભાગ લીધો અને 60 અન્ય સભ્યોએ તેમના લેખિત ભાષણો ગૃહના ટેબલ પર મૂક્યા.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહની સુચારૂ કામગીરી માટે સભ્યોનો આભાર માન્યો અને કહ્યું કે આ સમયગાળા દરમિયાન કાર્ય ઉત્પાદકતા 121 ટકા હતી.
ઉલ્લેખનીય છે કી બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થયો હતો.
