Site icon

Lok Sabha Election 2024: ઘરે બેઠા મતદાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો, બસ આ ટિપ્સ અનુસરો..જાણો શું છે આ સરળ પ્રક્રિયા.. .

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીઓની તારીખ હવે નક્કી થઈ ગઈ છે. ત્યારે હવે કેટલાક લોકો નવા વોટર આઈડી નોંધણી કરી રહ્યા હશે. તો કોઈ તેમના વોટર આઈડી અપડેટ પ્રક્રિયા પૂર્ણ કરતા હશે. તો જાણો અહીં કે તમે ઘરે બેઠા તમારુ વોટર આઈડી કઈ રીતે નિહાળી શકો છો. વાંચો અહીં.

Lok Sabha Election 2024 Download voter card online at home, just follow these tips..Know what is this simple process..

Lok Sabha Election 2024 Download voter card online at home, just follow these tips..Know what is this simple process..

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઈ ગઈ છે. કુલ 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને પ્રથમ તબક્કો 29 એપ્રિલથી યોજાશે. જ્યારે સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. તેથી હાલ ઘણા લોકો વોટર આઈડી કાર્ડને ( Voter ID card ) લઈને મુંઝવણમાં હશે. એટલે અહીં અમે તમને વોટર આઈડી કાર્ડ ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ ( Online download ) કરવું તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેની મદદથી તમે સરળતાથી મતદાનમાં ભાગ લઈ શકશો.

Join Our WhatsApp Community

સૌથી પહેલા તમારે વોટર સર્વિસ પોર્ટલ ( Voter  service portal ) પર જવું પડશે. અહીં ગયા પછી, Signup વિકલ્પ પર જાઓ. અહીં તમારે તમારી વિગતો ભર્યા પછી ‘સાઇન અપ’ કરવાનું રહેશે. અહીં તમારે પાસવર્ડ અને મોબાઈલ નંબર OTP પણ નાખવો પડશે. અહીં તમે ‘ફોર્મ 6’ પણ જોશો. અહીં તમે સામાન્ય મતદાર ( voter ) તરીકે નવી નોંધણી કરી શકશો. અહીં તમને ‘E-EPIC ડાઉનલોડ’નો વિકલ્પ પણ દેખાશે. ધ્યાનમાં રાખો કે તમારે EPIC નંબર ખૂબ જ સમજી વિચારીને ભરવાનો રહેશે.

  લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો 19 એપ્રિલે..

બધી વિગતો ભર્યા પછી તમને OTP નો વિકલ્પ દેખાશે. OTP ભર્યા પછી, ‘E-EPIC ડાઉનલોડ કરો’ પણ તમારી સામે દેખાશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમારું વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ થઈ જશે. હવે તમે તેનો ઉપયોગ મતદાન માટે પણ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  IPL 2024: IPL 2024નો બીજો તબક્કો UAEમાં આયોજિત થઈ શકે છે, લોકસભા ચૂંટણીના કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છેઃ રિપોર્ટ..

ક્યારે થશે ચૂંટણી – લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો 19 એપ્રિલે, બીજો તબક્કો 26 એપ્રિલે, ત્રીજો તબક્કો 7 મે, ચોથો તબક્કો 13 મે, પાંચમો તબક્કો 20 મે, છઠ્ઠો તબક્કો 25 મે અને સાતમો તબક્કો 1 જૂન. આ સાથે જ મતગણતરી માટે 4 જૂનની તારીખ પસંદ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારે વોટર આઈડી કાર્ડ સાથે પણ અગાઉથી તૈયાર રહેવું જોઈએ. આ સમય દરમિયાન તમે નવા વોટર આઈડી કાર્ડ માટે પણ અરજી કરી શકો છો.

Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
iPhone 18 Pro: iPhone 18 Pro ની ડિઝાઇન લીક! મળશે ‘ગજબના ફીચર્સ’ અને લુક જોઈને તમે ચોંકી જશો!
LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Exit mobile version