Site icon

Lok sabha Election 2024 : આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને યુવા અને ગ્રામ્ય મતદારો માટે સુરત શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઇવીએમ અને વીવીપેટ જાગૃતિ કાર્યક્રમ યોજાશે

Lok sabha Election 2024 : ઇવીએમ ડેમોસ્ટ્રેશન સેન્ટર(EDC) તેમજ મોબાઈલ ડેમોસ્ટ્રેશન વેન્સ(MDV) મારફતે મતદારોને EVM-VVPATના ઉપયોગ અંગે માહિતગાર કરાશે

EVM and VVPAT awareness program will be held in various areas of Surat city-district

EVM and VVPAT awareness program will be held in various areas of Surat city-district

News Continuous Bureau | Mumbai

 Lok sabha Election 2024 : આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને યુવા અને ગ્રામ્ય મતદારોને ઇવીએમ અને વીવીપેટ અંગે જાગૃત કરવાના ઉદ્દેશસહ સુરત શહેર-જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ઇવીએમ અને વીવીપેટ જાગૃતિ કાર્યક્રમ (Awareness Programme ) યોજાશે. જેમાં ઇવીએમ ડેમોસ્ટ્રેશન સેન્ટર (EDC) તેમજ મોબાઈલ ડેમોસ્ટ્રેશન વેન્સ (MDV) મારફતે મતદારોને EVMVVPATના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવશે.

Join Our WhatsApp Community

ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, ચોર્યાસી, બારડોલી, પલસાણા, મહુવા અને કામરેજ તાલુકાઓની તેમજ અડાજણ, ઉધના, મજુરા અને વાલોદની મામલતદાર ઓફિસ, સબ રજીસ્ટ્રારશ્રીની કચેરી ઉધના-સી-બ્લોક-બહુમાળી મકાન, ખાસ જમીન સંપાદન અધિકારીશ્રી- શાખા નં ૪-એ/બ્લોક-પાંચમો માળ-બહુમાળી મકાન, જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી-ત્રીજો માળ-જિલ્લા સેવા સદન-૨, જનસેવા કેન્દ્ર-ભાતની વાડી-મીની બજાર, SMC East Zone-એફિલ ટાવર પાસે-મ વરાછા, SMC આયોગ્ય કેન્દ્ર-રચના સર્કલ પાસે, ડી.આઇ.એલ.આર.ની કચેરી- સી/બ્લોક-પહેલો માળ-બહુમાળી મકાન, જનસેવા કેન્દ્ર-અઠવાલાઇન્સ-મામલતદાર ઓફિસ મજુરાની બાજુમા, બી/બ્લોક-ગ્રાઉન્ડ ફ્લોર-કલેકટર કચેરી-સુરત ખાતેની કચેરીઓ પૈકી આપના નજીકના વિસ્તારની કચેરીની મુલાકાત લઇ EVM-VVPATના નિદર્શનમાં ભાગ લઇ ઇવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર બનવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..
PM Modi Chairs CCS Meeting: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા વચ્ચે PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Exit mobile version