Site icon

Lok Sabha Election Date Updates: આજે બપોરે થશે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, ચૂંટણી પંચ રજુ કરશે શેડ્યૂલ; જાણો કેટલા તબક્કામાં થઇ શકે છે મતદાન..

Lok Sabha Election Date Updates: ભારતીય ચૂંટણી પંચ આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ સાથે સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. લોકસભાની સાથે ચૂંટણી પંચ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત કરશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે

Lok Sabha Election Date Updates Election Commission set to announce schedule, phases today

Lok Sabha Election Date Updates Election Commission set to announce schedule, phases today

Lok Sabha Election Date Updates: ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં તારીખો જાહેર કરવામાં આવશે અને સંપૂર્ણ શેડ્યૂલ આપવામાં આવશે. આ સાથે આચારસંહિતા પણ અમલમાં આવશે. લોકસભા ચૂંટણીની સાથે ચૂંટણી પંચ કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરવા જઈ રહ્યું છે.

6 થી 7 તબક્કામાં થઇ શકે છે લોકસભાની ચૂંટણી

વાસ્તવમાં વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તે પહેલા નવી લોકસભાની રચના કરવી પડશે. માનવામાં આવે છે કે ગત વખતની જેમ આ વખતે પણ લોકસભાની ચૂંટણી 6 થી 7 તબક્કામાં યોજવામાં આવી શકે છે. યુપી અને બિહારમાં 6 થી 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે, જ્યારે પૂર્વોત્તર ભારતમાં એક જ તબક્કામાં મતદાન થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું છે કે રાજસ્થાનમાં 2 થી 3 તબક્કામાં, દિલ્હી-પંજાબમાં 1 તબક્કામાં અને હરિયાણામાં 1 તબક્કામાં મતદાન થઈ શકે છે. આ પહેલા શુક્રવારે નવનિયુક્ત ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુએ ચાર્જ સંભાળ્યો હતો.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે તારીખોની જાહેરાત કરતા પહેલા, ચૂંટણી પંચે અધિકારીઓને દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેવા માટે મોકલ્યા હતા, જેથી તેઓ કઈ પરિસ્થિતિઓ હેઠળ ચૂંટણીઓ હાથ ધરવામાં આવશે તેની સમીક્ષા કરી શકે.આ પહેલા શુક્રવારે નવનિયુક્ત ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુએ ચાર્જ સંભાળ્યો હતો.

 97 કરોડ લોકો કરશે મતદાન

લોકસભા ચૂંટણીમાં 12 લાખથી વધુ મતદાન મથકો પર લગભગ 97 કરોડ લોકો મતદાન કરવા જઈ રહ્યા છે. 543 સંસદીય બેઠકો માટે એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાશે. આ વખતે સંસદીય ચૂંટણીને વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ) અને બીજેપીની આગેવાની હેઠળના એનડીએ વચ્ચેની હરીફાઈ તરીકે જોવામાં આવી રહી છે. ભારતીય ગઠબંધન માટે લોકસભાની ચૂંટણી કરો યા મરો જેવી સ્થિતિ છે.

આ સમાચાર પણ વાંચો :  Delhi Liquor Policy Scam: દિલ્હી દારૂનીતિ કૌભાંડ કેસમાં EDએ કરી મોટી કાર્યવાહી, આ દક્ષિણી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીની દીકરીને લીધી અટકાયતમાં; હવે કરશે પુછપરછ..

વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ શકે છે જાહેર 

આ સાથે જ લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરવામાં આવશે. આ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં અલગ-અલગ તારીખે પૂરો થઈ રહ્યો છે. ગત વખતે લોકસભા ચૂંટણીની તારીખો 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી અને 11 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન થયું હતું. મતગણતરી 23 મેના રોજ થઈ હતી. 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version