Site icon

Lok Sabha Elections 2024 : રાયબરેલી કે વાયનાડ? રાહુલ ગાંધી કઈ સીટ છોડશે; અટકળો તેજ; જાણો ક્યારે લેશે નિર્ણય?

Lok Sabha Elections 2024 : રાહુલ ગાંધીએ અહીંથી ચૂંટણી લડી હતી જ્યારે તેમની માતા અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ, 5 વખત રાયબરેલીના સાંસદ સોનિયા ગાંધીએ ફેબ્રુઆરીમાં સ્વાસ્થ્યના કારણોસર બેઠક ખાલી કરી હતી અને રાજ્યસભામાં ગયા હતા.

Lok Sabha Elections 2024 Rae Bareli or Wayanad Rahul Gandhi to decide soon which Lok Sabha seat to retain

Lok Sabha Elections 2024 Rae Bareli or Wayanad Rahul Gandhi to decide soon which Lok Sabha seat to retain

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Elections 2024 : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી ( Raebareli )  અને કેરળની વાયનાડ ( Wayanad ) બેઠક પરથી ચૂંટણી જીતી છે. હવે એવી ચર્ચા છે કે લોકસભા ચૂંટણી 2024 ( Lok sabha election 2024 ) માં રાયબરેલી અને વાયનાડથી જીતેલા રાહુલ ગાંધીએ એક બેઠક છોડવી પડશે, કારણ કે એક સાંસદ લોકસભામાં બે બેઠકો ( Lok sabha seat ) નું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. આવી સ્થિતિમાં તમામની નજર કોંગ્રેસ પર છે. 

Join Our WhatsApp Community

 Lok Sabha Elections 2024 : અટકળોનો દોર શરૂ 

દરમિયાન રાહુલ ગાંધી કઈ સીટ છોડવા જઈ રહ્યા છે તેને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે શનિવારે કહ્યું કે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો જીતનાર રાહુલ ગાંધી આ અંગે ત્રણથી ચાર દિવસમાં નિર્ણય લેશે. પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે કોઈ પણ સંજોગોમાં 17 જૂન પહેલા નિર્ણય લઈ લેવો જોઈએ. કારણ કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 15 જૂનની આસપાસ શરૂ થવાની શક્યતા છે.  

 Lok Sabha Elections 2024 :  ઉમેદવાર માત્ર એક જ બેઠક જાળવી શકે છે

મહત્વનું છે કે લોકપ્રતિનિધિત્વ કાયદા હેઠળ એક વ્યક્તિ વધુમાં વધુ બે લોકસભા ચૂંટણી લડી શકે છે. જો કે, ઉમેદવાર માત્ર એક જ બેઠક જાળવી શકે છે અને પરિણામના 14 દિવસની અંદર બીજી બેઠક પરથી રાજીનામું આપવું પડે છે. આ પછી ફરીથી ત્યાં પેટાચૂંટણી યોજાય છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી ઉપરાંત વાયનાડથી પણ ઉભા હતા. તેઓ અમેઠીમાં બીજેપીની સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા, પરંતુ વાયનાડમાં તેઓ જીત્યા હતા. જોકે, રાહુલ ગાંધીએ અમેઠી લોકસભા સીટ 2004, 2009 અને 2014માં જીતી હતી. 

આ સમાચાર પણ વાંચો: Malabar Hill reservoir: મલબાર હિલના જળાશયની પુન: બાંધણી સંદર્ભે મોટો નિર્ણય; આ વાતને ધ્યાનમાં રાખીને થશે સમારકામ..

યુપીના નેતા આરાધના મિશ્રાએ રાયબરેલી બેઠક રાહુલ ગાંધી માટે રાખવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે આ પરંપરાગત પારિવારિક બેઠક છે અને પેઢીઓથી ચાલી આવે છે. તેમજ 80 બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના રાજકીય પુનરુત્થાન માટે રાહુલ ગાંધીની રાયબરેલી બેઠક જાળવી રાખવી જરૂરી છે.

Lok Sabha Elections 2024 :  રાયબરેલી બેઠક જાળવી શકે છે રાહુલ ગાંધી 

મહત્વનું છે કે સોનિયા ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીમાં રાહુલ ગાંધીને બાગડોર સોંપી હતી અને લોકોને કહ્યું હતું કે ‘હું તમને મારો પુત્ર સોપું છું’, રાહુલ ગાંધી ત્યાં પરિવારના વારસાને આગળ વધારશે તેવી સ્પષ્ટતા કરી હતી. તેઓ આવતા અઠવાડિયે સોનિયા ગાંધી અને પ્રિયંકા સાથે રાયબરેલી જશે. રાયબરેલીના લોકોએ ફરી એકવાર ગાંધી પરિવાર પ્રત્યે પોતાની વફાદારી બતાવી છે. રાહુલ ગાંધી રાયબરેલીથી 390030 મતોની સરસાઈથી જીત્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Exit mobile version