Site icon

મોદી સરકાર માટે ક્રિપ્ટો પર ટેક્સ લાગુ કરવાનો રસ્તો સાફ થયો, ફાઈનાન્સ બિલ ૨૦૨૨ લોકસભામાં પસાર; જાણો શું છે સરકારની યોજના.. 

News Continuous Bureau | Mumbai

ક્રિપ્ટો પર ટેક્સ લગાડવાના નિયમોને લઈને કડકાઈ વધારવામાં આવી છે. લોકસભામાં ક્રિપ્ટો ટેક્સને લઈને સંશોધનની મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારે ફાયનાન્સ બિલ ૨૦૨૨ને મંજુરી આપી દીધી છે. આ મંજુરી મળતાની સાથે ૧ એપ્રિલથી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્‌સ એટલે કે ક્રિપ્ટો પર ટેક્સ લાગુ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ફાયનાન્સ બિલમાં સુધારા દ્વારા વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોનાં ફેરફાર પછીનાં લાભો અન્ય ડિજિટલ એસેટમાં નુકસાન દ્વારા સરભર કરી શકાતા નથી. એટલે કે સ્પષ્ટ છે કે જાે તમને કોઈ ડિજિટલ સંપતિમાં ફાયદો થયો છે તો તમારે હવે ટેક્સ ચુકવવો પડશે. વિધેયકની કલમ ૧૧૫ BBH વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો સાથે વ્યવહાર કરે છે, કલમ 2b મુજબ, કોઈપણ ક્રિપ્ટો એસેટના વેપારથી થતા નુકસાનને આઈટી એક્ટની ‘કોઈપણ અન્ય જાેગવાઈ’માંથી મેળવેલી આવક સામે બંધ કરવામાં આવશે નહીં. સુધારામાં ‘અન્ય’ શબ્દની બાદબાકી કરવામાં આવી છે. એટલે કે હવે કોઈપણ જોગવાઈ થી મળેલી આવકમાંથી નુકસાનની ભરપાઈ કરવી શક્ય નથી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: સ્વાદ અને સ્વાસ્થ્ય ને જાળવવા માટે તમારા રોજિંદા આહાર માં કરો ઓલિવ ઓઈલ નો ઉપયોગ, મળશે આ ફાયદા; જાણો વિગત

આ સુધારા પછી હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ક્રિપ્ટોની ખોટ કે અન્ય જાેગવાઈઓ કોઈપણ અન્ય ક્રિપ્ટોની કમાણી સાથે મિશ્ર કરી શકાશે નહીં. રોકાણકારે નુકશાન સહન કરવું પડશે જ્યારે કે નફા પર ટેક્સ પણ ચૂકવવો પડશે. ફાયનાન્સ બિલ પ્રમાણે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ કોડ નંબર અથવા ટોકન હોઈ શકે છે કે જે ઈલેકટ્રોનિક રીતે ટ્રાન્સફર અથવા ટ્રેડ થઈ શકે છે. આમા ક્રિપ્ટો કરન્સી અને NFTનો પણ સમાવેશ થાય છે. 

બજેટમાં ક્રિપ્ટો પર ટેક્સની જાહેરાત કરવામાં આવી છે. ટેક્સ વર્ગીકરણ પ્રમાણે તેને લોટરીની જેમ જ ગણવામાં આવે છે. જાહેરતા અનુસાર તમામ વર્ચ્યુઅલ ડિજિટલ અસ્ક્યામતો અથવા ક્રિપ્ટો અસ્ક્યામત પર નફો થવાની સ્થિતિમાં ૩૦% ટેક્સ લાગશે, ફેરફાર પછી નુક્શાનનાં કિસ્સામાં રોકાણકાર તેને અન્ય કોઈ આવકમાં દર્શાવી નહીં શકે. આ સિવાય ક્રિપ્ટો કરન્સી પર એક ટકો TDS પણ લાગશે. કરવેરા નિયમો ૧ એપ્રિલથી અમલમાં આવશે.

Cyclone Shakti: ચક્રવાત ‘શક્તિ’ની અસર કયા વિસ્તારોમાં થશે, વાંચો તેના વિશે મુખ્ય બાબતો અહીં
Nirav Modi: ભાગેડુ નીરવ મોદીનો ખેલ ખતમ, ભારતની તપાસ એજન્સીઓ તેને દેશ વાપસી ને લઈને બનાવી આવી યોજના
Operation Sindoor: ઑપરેશન સિંદૂરમાં ભારતે અમેરિકા-ચીનના કયા ફાઇટર જેટ તોડી પાડ્યા, વાયુસેના પ્રમુખનો મોટો ખુલાસો
Chaitanya Nanda: ‘સંન્યાસી ભોજન અને…’ ચૈતન્યાનંદે કોર્ટ સામે મૂકી આ ત્રણ માંગ, ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો
Exit mobile version