Site icon

Loksabha election 2024 : અંતિમ ચરણની 13 બેઠકો માટે શાંત થયા પ્રચાર પડઘમ; PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓનું ભાવિ થશે નક્કી..

Loksabha election 2024 : 75 દિવસ સુધી ચાલેલા લોકસભા ચૂંટણી પ્રચારનો આજે ગુરૂવારે અંત આવ્યો છે. મોટી રેલીઓ, ચૂંટણી સભાઓ અને રોડ શોનું સમાપન થયું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ અને પ્રિયંકા ગાંધીએ રેલીઓ યોજી હતી જ્યારે મમતા બેનર્જીએ કોલકાતામાં 8 કિલોમીટર લાંબી કૂચ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના હોશિયારપુરમાં તેમની છેલ્લી રેલી કરી હતી.

Loksabha election 2024 Campaigning ends for final phase of Lok Sabha elections

Loksabha election 2024 Campaigning ends for final phase of Lok Sabha elections

 News Continuous Bureau | Mumbai 

Loksabha election 2024 : દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયા ( Loksabha election 2024  )હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સાતમા અને છેલ્લા તબક્કા ( final phase ) માટે 1 જૂને મતદાન થશે. આજે અંતિમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. આજે, ગુરુવાર (30 મે) સાતમા અને છેલ્લા તબક્કા ( Last phase of election ) ના પ્રચારનો છેલ્લો દિવસ હતો. હવે આ માટે મતદાન શનિવારે (01 જૂન) થશે અને પરિણામ 4 જૂને બધાની સામે આવશે.

Join Our WhatsApp Community

Loksabha election 2024 : 57 બેઠકો પર મતદાન થશે

આ છેલ્લા તબક્કામાં 8 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે. જેમાં ઉત્તર પ્રદેશ ( Uttar pradesh , ) ની 13, પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને ચંદીગઢની 1 બેઠકોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી મેદાનમાં છે. વોટિંગ પહેલા ભાજપના નેતાઓ અને કાર્યકરો વારાણસી ( Varanasi ) માં પીએમ મોદીની તરફેણમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. ચૂંટણી પ્રચાર ( Campaigning ends ) પૂરો થતા પહેલા વારાણસીના વિવિધ ઘાટ પર લોકોએ પીએમ મોદીની તરફેણમાં વોટ કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન લોકોએ પીએમ મોદીના વિકાસ કાર્યોના વખાણ કર્યા હતા. અભિયાનમાં સામેલ લોકોએ ‘ફિર એક બાર મોદી સરકાર’, ‘નમો વન્સ અગેઈન’, ‘ અબકી બાર 400 કે પાર’ જેવા નારા લગાવ્યા હતા.

Loksabha election 2024 : પીએમ મોદીએ 158 રેલી અને 14 રોડ શો કર્યા

લાંબા સાત તબક્કાના ચૂંટણી કાર્યક્રમ દરમિયાન, તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓએ ઘણા પ્રયત્નો કર્યા. આ દરમિયાન પીએમ મોદી (  PM Modi ) એ 158 રેલી અને 14 રોડ શો કર્યા. અમિત શાહે 115 રેલી અને 18 રોડ શો કર્યા. જેપી નડ્ડાએ 87 રેલીઓ યોજી હતી. વિપક્ષની વાત કરીએ તો રાહુલ ગાંધીએ 107 રેલીઓ અને રોડ શો કર્યા. અખિલેશ યાદવે 69 રેલી અને 4 રોડ શો કર્યા જ્યારે મમતા બેનર્જીએ 61 રેલીઓ અને ઘણા રોડ શો અને માર્ચ કર્યા. કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને મલ્લિકાર્જુન ખડગેમાંથી પ્રિયંકાએ સૌથી વધુ રેલીઓ, રોડ શો કર્યા છે અને મીડિયા સાથે વાતચીત કરી છે. પ્રિયંકા ગાંધીએ 140 થી વધુ રેલીઓ અને રોડ શો કર્યા. 100 મીડિયા બાઇટ્સ/ટિકટોક્સ અને ઇન્ટરવ્યુ આપ્યા. 5 ફુલ પ્રિન્ટ ઇન્ટરવ્યુ પણ આપ્યા. ખડગેએ 100 થી વધુ રેલીઓ, 20 થી વધુ પ્રેસ કોન્ફરન્સ અને 50 થી વધુ ઈન્ટરવ્યુ આપ્યા.

આ સમાચાર પણ વાંચો:  Pre-monsoon survey: આખરે મ્હાડાએ હાઈ રિસ્ક ઈમારતોની યાદી જાહેર કરી, આ વર્ષે આટલી ઈમારતો છે અતિ જોખમી; ખાલી કરવા અપીલ..

Loksabha election 2024 :  પીએમ મોદીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચૂંટણી પ્રચારમાં રેકોર્ડ પ્રચાર કર્યો હતો. પીએમ મોદીએ 206 રેલીઓ, કાર્યક્રમો અને રોડ શો કર્યા, જે એક રેકોર્ડ છે. PM મોદીએ 2019ની લોકસભા ચૂંટણીમાં 142 રેલીઓ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ટીવી ચેનલોને 80 ઇન્ટરવ્યુ પણ આપ્યા. પીએમ મોદીએ જે રીતે પ્રચાર કર્યો તેનાથી તમે અંદાજ લગાવી શકો છો કે છેલ્લા કેટલાક દિવસોમાં તેમનું શેડ્યૂલ કેટલું વ્યસ્ત રહ્યું છે. જો કે દેશભરના ભાજપના નેતાઓએ ચૂંટણી પ્રચારમાં કોઈ કસર છોડી ન હતી. પરંતુ પીએમ મોદીની રેલીઓમાં ભારે ભીડ જોવા મળી હતી.

Loksabha election 2024 : 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન

ઉલ્લેખનીય છે કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવા જઈ રહ્યું છે. આ પહેલા ગુરુવારે સાંજે ચૂંટણી પ્રચાર પૂરો કર્યા બાદ પીએમ મોદી કન્યાકુમારી પહોંચશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, પીએમ મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ જશે, જ્યાં પીએમ મોદી 30મી મેની સાંજથી 1લી જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમમાં ધ્યાન કરશે. જો કે પીએમ મોદીની મુલાકાતના કાર્યક્રમને લઈને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ પોત-પોતાની રાજનીતિ તેજ કરી દીધી છે. કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચના દરવાજા પણ ખટખટાવ્યા છે.

President Draupadi Murmu: રાફેલની ગર્જના: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલાના આકાશમાં ઉડાન ભરી, ભારતીય વાયુસેનાનું વધાર્યું સન્માન.
Israel Gaza: ટ્રમ્પના શાંતિ કરારના ઊડ્યા ધજાગરા, ઇઝરાયલે ગાઝા પર ફરી એરસ્ટ્રાઇક કરી, આટલા થી વધુ લોકોના મોત
India-China Border: મોદી-જિનપિંગ મુલાકાતની અસર, સરહદ વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ફરી વાટાઘાટો શરૂ, શું સંબંધો સુધરશે?
Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Exit mobile version