Site icon

Loksabha Election 2024 : 10 રાજ્યો, 96 બેઠકો… ચોથા તબક્કા માટે આજે થશે મતદાન, આ નેતાઓનું ભવિષ્ય દાવ પર..

Loksabha Election 2024 : આજે ચોથા તબક્કામાં જે અગ્રણી ઉમેદવારોની નજર રહેશે તેમાં હૈદરાબાદ, તેલંગાણાથી ભાજપના માધવી લતા, AIMIMના અસદુદ્દીન ઓવૈસી, કરીમનગરથી બંદી સંજય કુમાર, લખીમપુર ખેરીથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની, સપાના અખિલેશ યાદવનો સમાવેશ થાય છે.

Loksabha Election 2024 voting under way for phase 4

Loksabha Election 2024 voting under way for phase 4

 News Continuous Bureau | Mumbai

Loksabha Election 2024 :દેશમાં લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા હેઠળ આજે ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો માટે મતદાન થશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.  આ તબક્કા દરમિયાન 1 લાખ 92 હજાર મતદાન મથકો પર 17.7 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અને 1717 ઉમેદવારોમાંથી તેમની પસંદગીના પ્રતિનિધિની પસંદગી કરશે.

Join Our WhatsApp Community

Loksabha Election 2024 આ દિગ્ગજો છે ચૂંટણી મેદાનમાં  Lok Sabha Election 2024 Phase 4

આજના આ  ચોથા તબક્કામાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (બેગુસરાય, બિહાર), નિત્યાનંદ રાય (ઉજિયારપુર, બિહાર) અને રાવસાહેબ દાનવે (જાલના, મહારાષ્ટ્ર) જેવા જેવા ઘણા અગ્રણી ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ (બંને બહેરામપુર, પશ્ચિમ બંગાળ), બીજેપીના પંકજા મુંડે (બીડ, મહારાષ્ટ્ર), એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી (હૈદરાબાદ-તેલંગાણા) અને આંધ્રપ્રદેશ રાજ્યમાંથી કોંગ્રેસ અધ્યક્ષ વાય એસ શર્મિલા (કુડ્ડાપહ) ચૂંટણી મેદાનમાં છે.

આ સમાચાર પણ વાંચો : વિશ્વમાં હવે ડોલર નબળો પડ્યો! હવે આ છે દુનિયાનું નવું ચલણ, બધા દેશો તેની પાછળ છે પાગલ… જાણો વિગતે…

Loksabha Election 2024 કયા રાજ્યમાં કેટલી બેઠકો પર મતદાન થશે?

મહત્વનું છે કે, આજના ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશમાં 25 બેઠકો, બિહારની 40માંથી 5 બેઠકો, ઝારખંડની 14માંથી 4 બેઠકો, મધ્યપ્રદેશની 29માંથી 8 બેઠકો અને મહારાષ્ટ્રની 48માંથી 11 બેઠકો માટે મતદાન થશે. આ સિવાય ઓડિશાની 21માંથી 4 સીટો, તેલંગાણાની 17માંથી 17 સીટો, ઉત્તર પ્રદેશની 80 સીટોમાંથી 13 સીટો, પશ્ચિમ બંગાળની 42માંથી આઠ બેઠકો અને જમ્મુ-કાશ્મીરની પાંચમાંથી એક બેઠક માટે મતદાન થશે.  

Loksabha Election 2024 આ તારીખે આવશે પરિણામ 

સામાન્ય ચૂંટણીમાં કુલ 543 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 102 લોકસભા સીટો, બીજા તબક્કામાં 88 અને ત્રીજા તબક્કામાં 93 લોકસભા સીટો પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કા સુધી 283 બેઠકો પર મતદાન થયું છે. ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થશે. આજે એટલે કે 13મી મે સુધીમાં કુલ 379 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ જશે. એટલે કે, બાકીના 3 તબક્કામાં 164 બેઠકો પર મતદાન થશે. તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે.

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Exit mobile version