Site icon

Lok Sabha election 2024 : મુકેશ અંબાણીથી લઈને રતન ટાટા સુધી, આ દિગ્ગજ હસ્તીઓએ કર્યું મતદાન..

Lok Sabha election 2024 : મુંબઈમાં વોટિંગ માટે ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સેલિબ્રિટીઓમાં ક્રેઝ જોવા મળ્યો હતો. લોકશાહીના આ ઉત્સવમાં અનેક કલાકારોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ઉદ્યોગપતિ રતન ટાટા અને અનિલ અંબાણી અને અભિનેતા અક્ષય કુમાર, ક્રિકેટર સચિન તેંડુલકર સહિત અનેક હસ્તીઓએ મતદાન કર્યું હતું.

Mukesh Ambani, Ratan Tata, Deepak Parekh vote in Mumbai

Mukesh Ambani, Ratan Tata, Deepak Parekh vote in Mumbai

News Continuous Bureau | Mumbai 

Lok Sabha  election 2024 : લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે સોમવારે (20 મે) મતદાન ચાલુ છે. આ તબક્કામાં મહારાષ્ટ્રમાં 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આમાં મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય, મુંબઈ દક્ષિણનો સમાવેશ થાય છે. મુંબઈમાં વોટિંગ માટે ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સેલિબ્રિટીઓમાં ક્રેઝ જોવા મળ્યો હતો. લોકશાહીના આ ઉત્સવમાં અનેક કલાકારોએ ભાગ લીધો હતો.

Join Our WhatsApp Community

 86 વર્ષના રતન ટાટાએ  મતદાન કર્યું.

86 વર્ષના રતન ટાટાએ મુંબઈમાં મતદાન કર્યું. જ્યારે સલમાન ખાન સોમવારે દુબઈથી મુંબઈ ખાસ કરીને મતદાન કરવા પહોંચ્યા હતો. શાહરૂખ ખાને પણ પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  Maharashtra Lok Sabha Election 2024 Phase 5 : મહારાષ્ટ્રમાં 5માં તબક્કાનું મતદાન- 5 વાગ્યા સુધીમાં માત્ર 50 ટકા થયું મતદાન; જાણો આંકડા…

 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી અને તેમના મોટા પુત્ર આકાશ અંબાણીએ મુંબઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો. વોટિંગ બાદ રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે ભારતીય નાગરિક હોવાના કારણે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. આ અમારો અધિકાર અને અમારી જવાબદારી છે. હું દરેક ભારતીયને વોટ કરવાની અપીલ કરું છું.

 

બોલિવૂડ સેલિબ્રિટીઓએ કર્યું મતદાન..

આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, અભિનેતા રિતિક રોશન, સુનીલ શેટ્ટી, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ  મતદાન કરવા પહોંચ્યા હતા. આમિર ખાને પણ બૂથ પર જઈને મતદાન કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

UP Politics :ઉત્તર પ્રદેશમાં રાજકીય ઘમસાણ, CM યોગી આદિત્યનાથ પર રાજીનામુ આપવાનું દબાણ; પત્તું કાપવાનો પેંતરો કોના ઇશારે?
 Loksabha Election 2024 : રાહુલ ગાંધીએ વાયનાડને બદલે રાયબરેલી લોકસભા સીટ કેમ જાળવી રાખી? અહીં સમજો કોંગ્રેસની શું છે રણનીતિ?
Mumbai North West LS seat row : મુંબઈ ઉત્તર-પશ્ચિમમાં મત ગણતરીમાં શું થયું? ઠાકરે જૂથ ખટખટાવશે કોર્ટનો દરવાજો..
EVM Row: મુંબઈના ચૂંટણી અધિકારીએ EVM ને OTPથી અનલોક કરી શકાય છે આ થિયરીને નકારી કાઢી, ફેક ન્યુઝ માટે અખબારને માનહાનિની ​​નોટિસ..
Exit mobile version