Lok Sabha Election Result 2024 live : એનડીએને ટ્રેન્ડમાં બંપર લીડ, આટલી બેઠકો પર આગળ, ઈન્ડિયા ગઠબંધન ધીમું પડ્યું
Lok Sabha Election Result 2024 live : દેશભરના રાજ્યમાં 4 જૂનના રોજ સવારના આઠ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. આ મતગણતરીના વલણ મુખ્યત્વે 12થી 2માં સામે આવી જશે. જેના આધારે એ સ્પષ્ટ થઈ જશે કે દેશમાં કયા પક્ષની સરકાર બનવા જઈ રહી છે. જો કે, મતગણતરીના સત્તાવાર મોડી સાંજ સુધીમાં સામે આવશે.
Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીના આ પરિણામ એ પણ નક્કી કરશે કે શું વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર સત્તામાં આવીને દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી કરશે?
જે ટ્રેન્ડ આવી રહ્યા છે તે હાલ તો જાણે એકતરફી સંકેત આપી રહ્યા છે. એનડીએ હાલ 203 બેઠકો પર આગળ છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધન 82 બેઠકો પર આગળ છે અને અધર્સ 15 બેઠકો પર આગળ છે.