Site icon

Loksabha Election 2024 : આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ

Loksabha Election 2024 : મોબાઈલ એપ્લિકેશન અને વેબપોર્ટલના માધ્યમથી ૧૬ સુધીમાં કુલ ૭૮૨ ફરિયાદ નોંધાઇ. મળેલી ફરિયાદો પૈકી નિકાલપાત્ર ૬૭૩માંથી ૯૮ ટકા ફરિયાદોનો ૧૦૦ મિનિટની સમયાવધિમાં નિકાલ કરાયો

Election

Election

 News Continuous Bureau | Mumbai 

દેશભરમાં આયોજિત થનાર લોકસભા સાન્ય ચૂંટણી અન્વયે નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી પંચના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. મતદારો અને જાગૃત નાગરિકોને વિવિધ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી અલગ અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

C-Vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ પણ આવી જ એક સુવિધા છે. આ બંને માધ્યમો દ્વારા કોઈપણ જાગૃત નાગરિક તેમના ધ્યાને આવતા આચારસંહિતા ઉલ્લંઘનના કિસ્સાને ચૂંટણી વહીવટી તંત્ર સુધી મોકલી શકે છે. C-Vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલના માધ્યમથી નાગરિકો આચારસંહિતા ઉલ્લંઘનના ફોટોગ્રાફ અને લોકેશન સહિતની જાણકારી ઓનલાઈન મોકલી શકે છે. જે મળ્યા બાદથી ૧૦૦ મિનિટમાં આ ફરિયાદનું નિવારણ લાવવા માટે તંત્ર કાર્યરત થઈ જાય છે.

આચારસંહિતા લાગુ થયા બાદથી તા.૧૬ એપ્રિલ સુધીમાં મોબાઈલ એપ્લિકેશન અને વેબપોર્ટલના માધ્યમથી અમદાવાદમાં આવી કુલ ૭૮૨ ફરિયાદ નોંધાઇ છે. જેમાંથી નિકાલપાત્ર ૬૭૩માંથી ૬૬૨ ફરિયાદો, એટલે કે ૯૮ ટકા ફરિયાદોનો નિકાલ ૧૦૦ મિનિટની સમયાવધિમાં કરાયો છે. જ્યારે બાકી ૧૧ ફરિયાદનો પણ વિના વિલંબે નિકાલ કરવામાં આવ્યો છે.

આમ, ટેકનોલોજીના યથાર્થ ઉપયોગ થકી નિષ્પક્ષ અને તટસ્થ લોકસભા ચૂંટણી માટે C-Vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

UP Politics :ઉત્તર પ્રદેશમાં રાજકીય ઘમસાણ, CM યોગી આદિત્યનાથ પર રાજીનામુ આપવાનું દબાણ; પત્તું કાપવાનો પેંતરો કોના ઇશારે?
 Loksabha Election 2024 : રાહુલ ગાંધીએ વાયનાડને બદલે રાયબરેલી લોકસભા સીટ કેમ જાળવી રાખી? અહીં સમજો કોંગ્રેસની શું છે રણનીતિ?
Mumbai North West LS seat row : મુંબઈ ઉત્તર-પશ્ચિમમાં મત ગણતરીમાં શું થયું? ઠાકરે જૂથ ખટખટાવશે કોર્ટનો દરવાજો..
EVM Row: મુંબઈના ચૂંટણી અધિકારીએ EVM ને OTPથી અનલોક કરી શકાય છે આ થિયરીને નકારી કાઢી, ફેક ન્યુઝ માટે અખબારને માનહાનિની ​​નોટિસ..
Exit mobile version