Site icon

જાણો, કોણ છે વડાપ્રધાન નમોના હનુમાન, જે તેમની દરેક સભામાં હાજર રહે છે

lord Hanuman remains present at all PM rally in Karnataka

lord Hanuman remains present at all PM rally in Karnataka

  News Continuous Bureau | Mumbai

કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી એ બજરંગ દળ વિરોધી સ્ટેટમેન્ટ આપીને એક ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે. હવે કર્ણાટકની ચૂંટણીમાં વધુ એક વખત હનુમાન ભગવાનની એન્ટ્રી થઈ છે. વડાપ્રધાન નમો (નરેન્દ્ર મોદી)ના હનુમાન બિહારના બેગુસરાયથી કર્ણાટક પહોંચ્યા છે અને હાલ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક કાર્યક્રમમાં હાજર રહીને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

હનુમાન ભગવાનના ગેટ અપ માં તૈયાર થઈને દરેક રેલીમાં હાજર રહેનાર વ્યક્તિ એ બેગુસરાયના પન્હંસના રહેવાસી શ્રવણ કુમાર સાહ છે. દેશમાં જ્યાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાની માહિતી મળી રહી છે. તે હનુમાનનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચે છે.

કોર્ટમાં એડવોકેટ ક્લાર્ક તરીકે કામ કરે છે શ્રવમ કુમાર સાહ.

શ્રવણ કુમાર સાહ પોતાની મરજીથી દરેક રેલીમાં સામેલ થાય છે. આ માટે તેઓ મેકઅપના કે પછી ટ્રાવેલિંગ ના પૈસા કોઈની પાસે માંગતા નથી. તેઓ દરેક રેલીમાં પોતાના ખર્ચે જાય છે. મીટિંગમાં જવા માટે તેમને પાંચથી સાત હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.

ભાજપ સમર્થક હોવાથી તેમણે સર્કલ પ્રમુખ પાસે વીઆઈપી ગેલેરીમાં જવા માટે ગેટ પાસ માંગ્યો હતો, પરંતુ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. ત્યારથી મારા મનમાં કંઇક અલગ કરવાનો અહેસાસ થયો અને તરત જ સાત હજાર ખર્ચીને મેં એક કલાકાર પાસેથી હનુમાનના ગેટ અપમાં તૈયાર થઈ ગયા. મોદી આવ્યા ત્યારે આ હનુમાન બધા બંધન તોડીને જય શ્રી રામના નારા લગાવતા ડી એરિયામાં પહોંચ્યા. જેને જોઈને વડાપ્રધાને ધન્યવાદ હનુમાન પણ કહ્યું હતું. આ પછી શ્રવણ પોતાના રામ (નમો)ના હનુમાન બનવા માટે મક્કમ બન્યા. તેઓ વડાપ્રધાનની 117 બેઠકોમાં ગયા છે.

તેમણે બિહાર, ઝારખંડ, આસામ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનની સભાઓમાં હનુમાન તરીકે ભાગ લીધો હતો .

તેઓ નરેન્દ્ર મોદીને પોતાનો આદર્શ માને છે

શ્રવણ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માટે આદર્શ છે કારણ કે આવા અનોખા, સફળ, અદભૂત, મહાન વડાપ્રધાન ન તો આજ સુધી થયા છે અને ન તો ભવિષ્યમાં બનશે. એટલા માટે તેઓ વડાપ્રધાનની દરેક સભામાં જતા રહેશે, તેમના ભગવાન અને જય શ્રી રામના નારા લગાવતા રહેશે. નરેન્દ્ર મોદી એકમાત્ર એવા વડાપ્રધાન છે જે લોકોના દરેક કણમાં વ્યાપી ગયા છે.

આ સમાચાર પણ વાંચો : ગત આર્થિક વર્ષમાં જમીનના સોદા બમણા થઈ ગયા. મુંબઈ સૌથી મોખરે, જુઓ આખી લિસ્ટ અહીં.

 

Exit mobile version