Site icon News Continuous Bureau | Mumbai

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ

Jagannath Ratna Bhandar:બુધવારે બપોરે ૧૨:૦૯ ના શુભ મુહૂર્તમાં ખુલશે ભીતરી અને બહારના રત્ન ભંડાર; ૧૪૯ કિલો સોનું અને ૧૮૪ કિલો ચાંદીનો છે અંદાજ, ૩D મેપિંગ અને વીડિયોગ્રાફી સાથે થશે ગણતરી.

Lord Jagannath’s Ratna Bhandar Opens After 48 Years: RBI Team Joins Massive Mission to Catalog Centuries-Old Gold and Silver Treasures

Lord Jagannath’s Ratna Bhandar Opens After 48 Years: RBI Team Joins Massive Mission to Catalog Centuries-Old Gold and Silver Treasures

News Continuous Bureau | Mumbai
Jagannath Ratna Bhandar:ઓડિશાના પુરી સ્થિત ભગવાન જગન્નાથના વિશ્વપ્રસિદ્ધ મંદિરના રત્ન ભંડારની છેલ્લી ગણતરી ૧૯૭૮માં કરવામાં આવી હતી. દાયકાઓ બાદ, જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ ટ્રેઝરીમાંથી ચાવી લાવીને આ ભંડાર ખોલવામાં આવશે. આ પ્રક્રિયા માટે ૧૨:૦૯ થી ૧:૪૦ વાગ્યા સુધીનું શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. આ વખતે ગણતરીમાં પારદર્શિતા જાળવવા માટે ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.

 કેટલો મોટો છે આ ખજાનો?

૧૯૭૮ની સત્તાવાર યાદી મુજબ રત્ન ભંડારમાં રહેલી સંપત્તિનો અંદાજ નીચે મુજબ છે:
સોનું: અંદાજે ૧૪૯ કિલો ૪૬૦ ગ્રામ (જેમાં ૩૬૭ પ્રકારના કિંમતી આભૂષણો સામેલ છે).
ચાંદી: અંદાજે ૧૮૪ કિલો ૪૦૦ ગ્રામ (જેમાં ૨૩૧ પ્રકારની વસ્તુઓ છે).
કુલ આંકડો: ભીતરી, બહારના અને ચલંત (રોજિંદા ઉપયોગના) ભંડાર મળીને કુલ ૪૫૪ પ્રકારના સોનાના અને ૨૯૩ પ્રકારના ચાંદીના ઘરેણાં હોવાનું મનાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Trump’s Peace Plan: અમેરિકા-ઈરાન સંબંધોમાં નવો વળાંક: ટ્રમ્પના ૧૫ મુદ્દાઓ શું પશ્ચિમ એશિયામાં શાંતિ લાવશે?

 RBI અને નિષ્ણાતોની ભૂમિકા

આ વખતે ગણતરીની પ્રક્રિયા અત્યંત આધુનિક અને સુરક્ષિત રીતે કરવામાં આવી રહી છે હાઈ લેવલ કમિટીના અધ્યક્ષ જસ્ટિસ વિશ્વનાથ રથના નેતૃત્વમાં મંદિરના સેવકો, બે સુવર્ણકારો, બે જેમલોજિસ્ટ (રત્ન નિષ્ણાતો) અને RBI ના એક ઉચ્ચ અધિકારી હાજર રહેશે. સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીની સાથે સાથે રત્ન ભંડારનું ૩D મેપિંગ પણ કરવામાં આવશે. આ મિશનમાં આભૂષણોનું મૂલ્યાંકન (Value) કરવામાં આવશે નહીં, માત્ર તેની સંખ્યા, વજન અને જૂની યાદી સાથે મિલાન કરવામાં આવશે.

સુરક્ષા અને શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા

ગણતરી દરમિયાન મંદિરની સુરક્ષા અત્યંત કડક રાખવામાં આવી છે સ્નેક હેલ્પલાઈન, ક્વિક રિસ્પોન્સ ટીમ અને ઓક્સિજન યુક્ત એમ્બ્યુલન્સ મંદિર પરિસરમાં તૈનાત રહેશે. શ્રદ્ધાળુઓ માત્ર બહારના બેરિકેડથી જ મહાપ્રભુના દર્શન કરી શકશે. ભીડ ઓછી રાખવા માટે મહાપ્રસાદ પણ વહેલો બહાર લાવવામાં આવશે. ગણતરીની ટીમ ભગવાન લોકનાથને પ્રણામ કરીને જ ભંડારમાં પ્રવેશ કરશે.

EC High Level Meeting Delhi વિવાદો વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની હાઈલેવલ બેઠક CEC સાથે બંને ચૂંટણી કમિશનરો જોડાયા, મોટા નિર્ણયોની શક્યતા!
RRU And CAPSI Sign MoU ભારતમાં ખાનગી સુરક્ષા ક્ષેત્ર માટે બનશે ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ RRU અને CAPSI વચ્ચે ઐતિહાસિક MoU, સિક્યોરિટી ગાર્ડ્સને મળશે આધુનિક તાલીમ!
Waste Plastic Management કચરાથી ઉપયોગિતા સુધીની સફર ભારતીય શહેરો પ્લાસ્ટિક કચરાની કહાની બદલી રહ્યાં છે, રિસાયકલિંગથી બન્યા મજબૂત રસ્તા અને ઉપયોગી ઉત્પાદનો!
AIIA And 132 Eco Task Force Partner અરવલ્લી પર્વતમાળામાં અશ્વગંધાનું વાવેતર અને સંશોધન AIIA અને ૧૩૨ ઈકો ટાસ્ક ફોર્સ વચ્ચે ઐતિહાસિક ભાગીદારી!
Exit mobile version